RBIએ પ્રાયોરિટી સેક્ટર લેંડિંગનો વ્યાપ વધારીને મોટો કરી દીધો છે. ભારતીય રિઝર્વ બેંકે નાના ખેડૂતો અને પોતાનો ધંધો શરૂ કરવા માંગતા લોકોને મોટી રાહત આપી છે. જેમાં સ્ટાર્ટ-અપને પણ બેંક લોનની પ્રાથમિક શ્રેણીમાં શામેલ કરવામાં આવ્યો છે. જેથી સ્ટાર્ટ અપને 50 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની સુવિધા મળશે.
RBIએ આજે જાણકારી આપી હતી કે, પ્રાયોરિટી સેક્ટર લેંડીંગ ગાઈડલાઈને વ્યાપક રૂપથી રિવ્યૂ કર્યા બાદ ઉભરતા નેશનલ પ્રાયોરિટી માટે તેને રિવાઈઝ કરવામાં આવ્યુ છે. તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે ઉંડો વિચાર કર્યા બાદ તેમાં સમાવેશી વિકાસ પર ખાસ કરીને ફોકસ કરવામાં આવ્યુ છે. હવેથી ખેડૂતોને સોલર પ્લાન્ટ્સ લગાવવા અને કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ્સ માટે પણ પ્રાયોરિટી સેક્ટર અંતર્ગત લોન મળશે.
RBIએ ઉમેર્યું હતું કે, રિવાઈઝલ્ડ PSL ગાઈડલાઈન્સના મારફતે તે જગ્યાઓે પર ક્રેડિટ સુવિઝા ઉપલબ્ધ કરવાનું સરળ રહેશે, જ્યાં ક્રેડિટની અછત હોય. નાના સીમાંત ખેડૂતો અને નબળા વર્ગોને પણ ક્રેડિટ મળશે. સાથે જ રિન્યૂએબલ એનર્જી અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ટરના ક્રેડિટ બૂસ્ટ પણ મળશે.
પ્રાયોરિટી સેક્ટર લેડિંગમાં સ્ટાર્ટઅપ માટે 50 કરોડ રૂપિયાનું બેંક ફાઈનાન્સ મળશે. RBIના જણાવ્યા અનુસાર ખેડૂતો દ્વારા સોલર પાવર પ્લાન્ટ્સ માટેની લોન પણ તેમાં સામેલ છે. સોલર પાવર પ્લાન્ટ્સ મારફતે ગ્રિડ કનેક્ટેડ પંપ્સ અને બાયોગેસ સેટઅપ કરવા માટે ખેડૂતોને ફંડ મળશે.