કોરોના સંક્રમણને લીધે સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી સાર્વજનિક રીતે લોકટોળા ભેગા થાય તે રીતે નહીં કરવાના સરકારના ફરમાનને પગલે કાપડના તિરંગા રાષ્ટ્રધ્વજ (Indian Flag) અને પ્લાસ્ટિકના નાના ઝંડાઓના વેપારને સીધી અસર થઇ છે. ચીન સાથેના વિવાદને ચાલુ વર્ષે ચીનથી ઇમ્પોર્ટ થતા ભારતીય રાષ્ટ્રધ્વજ ઇમ્પોર્ટ (Import Indian Flag) થવાના નથી તેવી અપેક્ષાએ સુરતના કેટલાક ઉદ્યોગકારોએ મોટાપાયે ઝંડાનું ઉત્પાદન કરી રાખ્યુ હતુ પરંતુ તે પછી સરકારનું ફરમાન આવવા ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ભારે વરસાદ પડતા માત્ર પાચ ટકાજ વેચાણજ થઇ શક્યુ છે. જોકે અમુક વેપારીઓએ અન્ય રાજ્યોમાં પણ માલ મોકલ્યો છે જેને પગલે થોડી રાહત મળી શકે તેમ છે.
સિલ્ક અને ખાદીના કપડા પર ઝંડા તૈયાર કરવાના પ્રોટોકોલના કારણે ભારતીય બજારોમાં તૈયાર થતાં ઝંડાનું કોસ્ટીંગ ચાઈનાથી આવતાં ઝંડાની સરખામણીએ 20 ટકા જેટલું ઉંચુ આવતું હોય છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આત્મનિર્ભર ભારત યોજનાની જાહેરાત વખતે લોકલ ટુ વોકલને પ્રાધાન્ય આપવા અપીલ કરતા લોકોએ સ્વદેશી ઝંડા ખરીદવાનું નક્કી કર્યુ હતું પરંતુ ગુજરાતમાં કોરોની સ્થિતિને લીધે પુરતા પ્રમાણમાં વેપાર થયો નથી.સુરતમાં ઝંડાનું ઉત્પાદન કરનારા વેપારીઓ કહે છે કે ભૂતકાળમાં 60 ટકાથી વધુ મેડ ઇન ચાઇના ઝંડાઓનું વેચાણ થતુ હતુ. હવે ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર થઇ રહ્યો છે છતા ડોમેસ્ટિક વેપારીઓને તેનો લાભ મળી રહ્યો નથી. કારણ કે સરકારે જાહેર ઉજવણી નહીં કરવા આદેશ આપ્યો છે. સામાન્ય રીતે જાહેર કાર્યક્રમો માટે ઝંડાઓની મોટી ખરીદી થતી હતી.
સુરત : સુરત સહિત ગુજરાતમાં રાત-દિવસ ખડે પગે રહીને કોરોનાના દર્દીને સારા કરનાર રાજ્યના આઠ ડોક્ટરોને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવશે. તા. 15મી ઓગષ્ટના રોજ રાજ્ય કક્ષાએ રાજ્યના 68 ડોક્ટરોને સન્માન કરવામાં આવશે.કોરોના વાઈરસની સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ તથા હેલ્થ કેર સ્ટાફ કોઇપણ પ્રકારની ચિંતા વગર કામ કરી રહ્યો છે. ઘણા બધા ડોક્ટર તેમજ પેરામેડીકલ સ્ટાફ પોતે પણ કોરોના સંક્રમિત થયા છે અને તેઓએ પણ હોમ ક્વોરોન્ટાઇનની સાથે સાથે હોસ્પિટલમાં દવા લઇને સાજા થયા છે. તેઓ જ્યારે સાજા થયા તરત જ ફરી ફરજમાં જોડાઇ ગયા છે. આવા ડોક્ટરો કોવિડ – 19 ને લગતી ધણી જ સારી કામગીરી કરી રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સમગ્ર કોવિડ હોસ્પિટલનું સંચાલન અને મેનેજમેન્ટ કરનારા કોરોના વોરિયર ડો. અશ્વિન વસાવાની ખુબ જ પ્રશંસા થઇ હતી અને તેઓની કામગીરીને લોકોએ બિરદાવી છે. અશ્વિન વસાવા પોતે પણ સંક્રમિત થયા હતા પરંતુ તેઓ સાજા થઇને ફરી કામગીરીમાં જોડાયા છે. આવતીકાલે 74માં સ્વાંતંત્ર્ય દિવસ નિમિત્તે ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક કોરોના વોરિયર અને અધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.