ભારત અને પાકિસ્તાનના સૈનિકો અન્ય દેશોના સૈનિકો સાથે નવથી 23 સપ્ટેમ્બર સુધી રશિયામાં યોજાનારી વોરગેમ્સમાં ભાગ લેશે.આ કવાયતમાં ચીન પણ ભાગ લેશે. ભારત અને પાક.વચ્ચે હાલમાં તંગદિલી હોવા છતાં બંને દેશના સૈનિકો પોતપોતાના કરતબ દેખાડશે.
ભારતીય વાયુ સેનાએ બાલાકોટ પર કરેલા હુમલા પછી બંને દેશ વચ્ચે તંદગિલીનો માહોલ ઊભો થયો હતો. વોર ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સૈનિક ટુકડીઓ પણ ભાગ લેશે.
ભારતે પાંચમી ઓગસ્ટે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરતાં બંને દેશો વચ્ચે તંગદિલી ઊભી થઇ હતી. ભારતે દાવો કર્યો હતો કે પાકિસ્તાન તરફથી અનેક વખતે શસ્ત્રવિરામનો ભંગ કરાયો હતો અને પાક.ની ધરતી પરથી આતંકીઓને પણ ભારતમાં ઘુસાડયા હતા.
રશિયામાં યોજાનારા વોરગેમ્સમાં બે મોડયુલ્સ રહેશે.
એક મોડયુલમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી, હવાઇ હુમલા કેવી રીતે નિષ્ફળ બનાવવા,રેકી ઓપરેશન્સ અને સ્વબચાવ સામેલ કરાશે. જ્યારે બીજા મોડયુલમાં આક્રમક ઓપરેશન્સમાં વધારે ફોકસ કરાશે. બે સપ્તાહ સુધી ચાલનાર આ કવાયતને ‘એક્સરસાઇઝ TSENTR 2019 નામ અપાયું હતું.
રશિયન સશસ્ત્ર સેનાના વાર્ષિક ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે મોટા પાયે વોરગેમ્સનું આયોજન કરાય છે.ભારતીય સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ,વોરગેમ્સનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય આતંકવાદના પડકારોનો સામનો કરવા માટે મધ્ય એશિયામાં સૈનિક સુરક્ષા સુનિશ્ચીત કરવાનો હોય છે.
ઉપરાંત TSENTR 2019 રણનૈતિક અભ્યાસથી સેનાઓની તૈયારીઓનું મૂલ્યાંકન કરવું, અત્યંત જરૂરી ક્ષમતાઓથી સુસજ્જ કરવું અને ભાગ લઇ રહેલા દેશો વચ્ચે સંકલન વધારા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વોરગેમ્સની આ શ્રેણી રશિયાની ચાર ઓપરેશન્લસ્ટ્રેટેજી કમાન્ડમાં ફેરફાર થતાં જ રહે છે.
આ કમાન્ડો આ રીતના હોય છે.વોસ્તોક, (પૂર્વ)જપાડ (પશ્ચિમ) TSENTR (કેન્દ્ર) અને કાવકાસ (દક્ષિણ).રશિયા દર વર્ષે આમાંથી કોઇ એક કમાન્ડ સેન્ટર પર મહત્ત્વનો સૈન્ય અભ્યાસ કરે છે. આ વર્ષે ઓરેબન્ગર્ગના ડોનગુજના ટ્રેનિંગ રેન્જમાં નવથી 23 સપ્ટેમ્બર વચ્ચે આ વોરગેમ્સનું આયોજન કરાયું હતું.રશિયાના આ અભ્યાસે ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરી લીધી છે.