છેલ્લા ઘણા સમયથી વિવિધ કારણે દેશમાં મોદી સરકારનો સતત વિરોધ થઈ રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક આનંદના સમાચાર મળ્યા છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે. 2.94 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીની સાથે ભારત વર્ષ 2019માં બ્રિટન અને ફ્રાન્સને ધોબી પછાડ આપીને વિશ્વની પાંચમો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષની અંદર ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. અમેરિકાના શોધ સંસ્થાન વર્લ્ડ પોપ્યુલેશન રીવ્યૂએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે આત્મનિર્ભર બનવાની અગાઉની નીતિમાંથી ભારત હવે આગળ વધતા એક ખુલ્લા બજારવાળી અર્થવ્યવસ્થાના રૂપમાં વિકસી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)ના મામલામાં ભારત 2.94 લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરની સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. આ મામલામાં ભારતે 2019માં બ્રિટન તેમજ ફ્રાન્સને પાછળ છોડ દીધું છે.’
બ્રિટનની અર્થવ્યવસ્થાનો આકાર 2.83 ટ્રિલિયન ડોલર છે જ્યારે ફ્રાન્સનો 2.7 ટ્રિલિયન ડોલર છે. પર્ચેસીંગ પાવર પેરિટી (PPP)ના આધાર પર ભારતનો જીડીપી 10.51 ટ્રિલિયન ડોલર છે અને આ જાપાન અને જર્મનીથી આગળ છે. જોકે, ભારતમાં વધારે વસતી હોવાના કારણે પ્રતિ વ્યક્તિ જડીપી ફક્ત 2170 ડોલર જ છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ જીડીપી 62794 ડોલર છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ભારતનો રિયલ જીડીપી વૃદ્ધિ દર સતત ત્રીજા ત્રિમાસિકમાં નબળો રહી શકે છે અને પાંચ ટકાની આસપાસ રહી શકે છે.