વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ભારત પાસેથી અન્ય દેશોની અપેક્ષાઓ વધારી દીધી છે. સોમવારે WHOના કાર્યકારી નિયામક ડો. માઇકલ જે. રાયને કહ્યું હતું કે, ભારત ચીન જેવા વિશાળ વસ્તીવાળો દેશ છે, અને તેના લાંબા ગાળાના પરિણામો મોટી વસ્તીવાળા દેશો શું કાર્યવાહી કરે છે, તેના પર નિર્ભર રહેશે. ભારત માટે આરોગ્યના સ્તરે આક્રમક નિર્ણયો લેવાનું ચાલુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમણે કોરોનાના મામલે ભારત તરફથી આશા પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ‘ સ્મોલ પોક્સ અને પોલિયોના નાબૂદમાં ભારત વિશ્વનમાં નેતૃત્વ કરી ચુક્યું છે. ભારત પાસે જબરદસ્ત શક્તિ છે. વિશ્વના તમામ દેશોના સમુદાયો અને નાગરિક સમાજ એકત્રિત થાય ત્યારે પ્રચંડ સંભવિતતા ઉભી થાય છે.