જીવલેણ કોરોના વાયરસ સામે લડવા માટે ભારતે પુરી તૈયારી કરી લીધી છે. વધતા પ્રકોપ અને ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે સેનાની ત્રણેય પાંખોને તૈયારીના આદેશ આપ્યા છે. ભારત સરકારે નૌ સેના, ભૂમિ દળ અને એરફોર્સને આગામી દિવસોમાં 2500થી વધુ કોરોના વાયરસના સંભવિત કેસોને સંભાળવા માયે આઈસોલેશનની સુવિધા ધરાવતી વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું છે. આટલું જ નહીં, આ બીમારીને વધતા જોખમને જોતા આ મહિનાના અંતમાં આંધ્ર પ્રદેશમાં થનારી 42 દેશોની મિલાન મલ્ટીલૈટ્રલ નવલ એક્સરસાઈઝને પણ ટાળી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મંગળવારે જયપુરમાં પણ એક શંકાસ્પદ દર્દીમાં COVID-19 પોઝીટિવ મળી આવ્યો હતો. જે બાદ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 6 થઈ ગઈ છે. અગાઉ સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને દિલ્હીના પહેલા અને તેલંગાણામાં 1 નવા પોઝીટિવ કેસ સાથે દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા 5 કેસોની પુષ્ટિ કરી હતી.