ભારત(india)ને વિશ્વમાં રોકાણ કરવાના શ્રેષ્ઠ સ્થળો પૈકી એક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra modi) એ ગુરુવારે કહ્યું હતું દેશની રાજકીય સ્થિરતા અને નીતિઓ તેને કોવિડ-19 મહામારી દરમિયાન આકર્ષક વેપારની તકો શોધી રહેલા વૈશ્વિક રોકાણકારો માટે સતત શ્રેષ્ઠ જગ્યા બનાવે છે. વડા પ્રધાન ભારત-અમેરિકા ભાગીદારી ફોરમના ત્રીજા વાર્ષિક સમિટમાં ઓનલાઈન સંબોધન કરી રહ્યા હતા.
તેમણે પોતાની સરકાર તરફથી સુધારાઓની દિશામાં લીધેલાં પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાને કહ્યું હતું વર્તમાન સમયમાં નવી સોચની જરૂર છે. એક એવો વિચાર જેમાં વિકાસના કેન્દ્રમાં સામાન્ય લોકો હોય. હાલમાં જ ભારત સરકારે કેટલાક સુધારા કર્યા છે જેની મારફતે વેપાર સહેલાં થયા છે અને લાલ ફીતાશાહી ઓછી થઈ છે.
મોદીએ કહ્યું હતું જ્યારે વર્ષ 2020 શરૂ થયો ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આ કેવી રીતે પસાર થશે. વૈશ્વિક મહામારી કોરોનાએ દરેક પર અસર નાંખી છે. તેમણે કહ્યું હતું, આ અમારી સહનશીલતા, જાહેર આરોગ્ય પદ્ધતિ અને આર્થિક પદ્ધતિની પરીક્ષા છે, આ સ્થિતિમાં આપણે વિકાસને લઈને નવી સોચની જરૂર છે.
મોદીએ કહ્યું હતું મહામારીના કાળમાં ભારતે રેકોર્ડ સમયમાં જ તબીબી માળખામાં વધારો કર્યો હતો જેમાં કોવિડ-19 હોસ્પિટલો અને આઈસીયુની ક્ષમતા વધારી સાથે જ ટેસ્ટીંગ લેબમાં વધારો કર્યો
તેમણે વધુમાં ઉમેર્યું હતું ‘કોરોના કાળમાં સીમિત સંસાધનોવાળા 130 કરોડ લોકોના દેશ ભારતમાં વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુદર છે. દર 10 લાખ લોકોમાં અહીં સૌથી ઓછા મૃત્યુ થયા છે. સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આ મહામારીએ અમુક બાબતો પર અસર નાંખી છે, પણ ભારતના 130 કરોડ લોકોની આશાઓ પર તેની કોઈ અસર નથી પડી.