જ્યારે નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન બનવાના સ્વપ્ન જોઇ રહ્યાં હતા. તે વખતે એટલે કે, 2014માં દેશને તેમને ઘણા બધા સ્વપ્ન બતાવ્યા હતા. તેમાંથી એક સ્વપ્ન હતો એક કરોડ નોકરીઓનો. મતલબ દેશનો એકપણ યુવા બેરોજગાર ફરતો જોવા મળશે નહીં. દેશવાસીઓ ખુશ થઇ ગયા. 2014માં કોંગ્રેસના ભ્રષ્ટાચાર સમાચાર એટલા તો ચગ્યા કે દેશવાસીઓ કંટાળી ગયા હતા. તે વખતે નરેન્દ્ર મોદી દેશવાસીઓને દેવદૂત જેવા લાગ્યા અને તેમના વચન ‘રામ વચન’ જેવા લાગ્યા.
આ દરમિયાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થઇ જાય છે. તેમને દેશવાસીઓ દિલ્હીની ગાદી બહુમતીના આંકડા સાથે આપે છે. જેથી તેમને કામ કરવામાં કોઈ મુશ્કેલી ઉભી ના થાય. મોદી સત્તા પર બિરાજમાન થઇ ગયા, જોત-જોતામાં પાંચ વર્ષ પ્રસાર થઇ ગયા. આ વચ્ચે રોજગારીને લઇને આપવામાં આવેલા વચનને હાંસિયા પર ધકેલી દેવામાં આવ્યો. નોકરીઓ આપવાની વાત છોડો લોકોની નોકરીઓ જવાની શરૂઆત થઇ ગઈ. જો કે, તે છતાં દેશવાસીઓને બતાવવામાં આવ્યું કે, મોદી સાહેબ પાછલા 70 વર્ષથી થયેલા બગાડને સાફ કરી રહ્યાં છે. તેથી તેમને નોકરીઓ આપવામાં અને દેશના અર્થતંત્રને પાટા પર લાવવામાં વાર લાગી રહી છે. તેથી દેશની જનતાએ ફરીથી પાંચ વર્ષ બીજા આપી દીધા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછલા 6 વર્ષથી દેશના વિકાસ માટે 15-16 કલાક કામ કરી રહ્યાં છે. દૂર્ભાગ્યપૂર્ણ તે છે કે, રિઝલ્ટ માત્ર નેગેટિવ આવી રહ્યાં છે. રોજગારીના આવેલા નવા આંકડાઓ અનુસાર દેશના 63 ટકા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બેરોજગાર છે. મોદી સરકારમાં શિક્ષિત બેરોજગારી પોતાના સર્વોચ્ચ સ્તર પર આવી ગઇ છે.