ભારતે પાકિસ્તાનને તેના અહીં સ્થિત દૂતાવાસમાં કર્મચારીઓની સંખ્યા સાત દિવસમાં અડધી કરવા કહ્યું છે સાથે જ જાહેર કર્યું હતું કે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં તે કર્મચારીઓની સંખ્યા ઘટાડશે, આ ઘટાનક્રમ દર્શાવે છે કે ભારત પાકિસ્તાન સાથે કૂટનીતિક સંબધો ઘટાડી રહ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન ઉચ્ચાયોગના પ્રભારીને સમન આપવામાં આવ્યા હતા અને આ નિર્ણય અંગે માહિતી આપવામાં આવી હતી, કથિત રીતે પાકિસ્તાની અધિકારીઓ જાસૂસીના કાર્યોમાં સંડોવાયા હોવાના અને ત્રાસવાદી સંગઠનો સાથે કાર્ય કરવાના બનાવો બન્યા હતા જેના આધારે આ નિર્ણય લેવાયો હતો.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં હાલમાં જ ઈસ્લામાબાદમાં પાકિસ્તાની સંસ્થાઓ દ્વારા 2 ભારતીય અધિકારીઓનું અપહરણ અને તેમની સાથે કરાયેલી ક્રૂરતાના બનાવને કૂટનીતિક સંબંધો ઓછા કરવાનું કારણ જણાવ્યું હતું.
‘પાકિસ્તાનના અધિકારીઓ તેમને મળેલા વિશિષ્ટ સ્તર સાથે સુસંગત નથી તેવા કૃત્યોમાં સંડોવાયેલા છે જ્યારે પાકિસ્તાન ઈસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓને તેમના કાયદેસરના રાજદ્વારી કાર્યો કરવાથી અટકાવી તેમને ધમકી આપે છે’, એમ તેમણે કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના 2 અધિકારીઓને રંગે હાથ પકડવામાં આવ્યા હતા અને તેમને 31 મેના રોજ દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
પાકિસ્તાને ભારતીય અધિકારીઓ સાથે કરેલું વર્તન આ બનાવના બદલા તરીકે જોવામાં આવી રહ્યું છે.‘પાકિસ્તાન અને તેના અધિકારીઓનું વર્તન વિયના સંમેલન અને રાજદ્વારી અને દૂતાવાસના અધિકારીઓ સાથે વર્તન કરવા અંગે કરાયેલી દ્વિપક્ષીય સમજૂતીને સુસંગત નથી. તેની વિપરીત સીમા પાર હિંસા અને ત્રાસવાદને ટેકો આપવાની તેમની સ્વાભાવિક નીતિ છે.
આ કારણથી ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે’, એમ મંત્રાલયે કહ્યું હતું.‘આ સાથે જ ભારત ઈસ્લામાબાદમાં પોતાના કર્મચારીઓની સંખ્યા એટલા જ પ્રમાણમાં ઘટાડશે’, એમ તેમણે ઉમેર્યું હતું.મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન ઉચ્ચાયોગના પ્રભારીને બોલવાનીને માહિતી આપવામાં આવી હતી કે ભારત વારંવાર તેમના ઉચ્ચાયોગના અધિકારીઓની ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત કરતું આવ્યું છે.