ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થયુ તો ઓછામાં ઓછા 12.5 કરોડ લોકો મરી શકે છે. પરમાણુમાંથી નીકળતા વિકિરણથી એક દાયકા સુધી વૈશ્વિક વાયુમંડળીય તબાહ રહેશે.પાકિસ્તાનના વડાપ્રધાનથી લઈને સેના અધ્યક્ષ અને ઘણા મંત્રીઓ ભારતને પરમાણુ યુદ્ધ ઘમકી આપી ચુક્યા છે. ઈમરાન ખાને હાલમાં થયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી ભારતને પરમાણુ યુદ્ધની ઘમકી આપી હતી.
બુધવારે પ્રકાશિત સાયન્સ એડવાન્સના એક રિપોર્ટમાં (nuclear war scenario between the two neighbours in 2025) દાવો કર્યો છે કે, સૂર્યના પ્રકારમાં 20થી 35 ટકા સુધી ઘટાડો થઈ શકે છે. જેનાથી ધરતીનું તાપમાન બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછુ થઈ શકે છે. આનાથી ધરતી પર હિમયુગ આવી શકે છે. જો કે, ભારતીય વિશેષજ્ઞોએ આ તરફથી સંધર્ષની સંભાવનાનો ઈનકાર કર્યો છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, પરમાણુ યુદ્ધના હાલાતમાં જો ભારત અને પાકિસ્તાન પોતાની પૂર્ણ પરમાણુ જથ્થાનો પ્રયોગ કરે છે તો તેના વિસ્ફોટોંથી ઉભી થયેલી આગ અને ધુમાડો 16થી 36 મિલિયન ટન કાલિખ છોડી શકે છે.
આ ધૂમાડો પૂર્ણ વાતાવરણમાં ફેલાઈ શકે છે. જેનું ગંભીર પરિણામ ઉભુ થશે, આ ધૂમાડા ઉપરી વાયુમંડળમાં ફેલાઈને સોલર રેડિએશનને રોકી શકી છે. આ સૌર વિકિરણને અવશોષિત કરી પૃથ્વીની હવાને ગર્મ કરી દેશે જેનાથી ધુવાડો પેદ થશે.
એવુ માનવામાં આવે છે ભારતની પાસે કુલ 110 અને પાકિસ્તાન પાસે 130 પરમાણુ હથિયાર છે જો કે, પાકિસાતન તેજીથી પાતના પરમાણુ હથિયારોની ક્ષમતા વધારી રહ્યા છે