India લોકો મોદીના દેશને છોડીને અમેરિકા ભાગ્યા તો ત્યાં ભરાયા
અમદાવાદ, 27 જાન્યુઆરી 2025
India જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ ત્યારથી ગેરકાયદે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘુસનારાઓ છુપાવાના આશ્રય સ્થાનો શોધી રહ્યાં છે. અમેરિકામાં હાલ બોર્ડર પોલીસ ભારતીયોને શોધી રહી છે. જે રીતે ભારતમાં બાંગ્લાદેશીઓને શોધતી હતી તેમ. હાલમાં અમેરિકામાં પેટ્રોલ પંપ કે દુકાનોમાં કામ કરનારા ગેરકાયદે લોકો ગુપ્તવાસમાં જઈ રહ્યા છે.
India તો ભારતમાંથી મોદી રાજમાં પોતાની કોઈ સલામતી ન હોવાથી લોકો વિદેશ ભાગી રહ્યાં છે.
2023માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી વસ્તી 5 કરોડ લોકોની હતી, જે કુલ વસ્તીના 14.3% છે.
ભારતમાંથી મોદીની લોકપ્રિતાના દાવા વચ્ચે ભારતીય લોકો ખાસ કરીને ગુજરાતના લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આંકડા અમેરિકાએ સત્તાવાર જાહેર કરેલા છે.
ભારતના નાગરિકોએ ભારતનો ત્યાગ કરીને અન્ય દેશોમાં જઈને આશરો અને રોટલો શોધી રહ્યાં છે.
વર્ષ 2020માં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા 10,59,770 હતી.
2022માં 17 લાખ 93 હજાર હિજરતીઓ થઈ ગયા હતા. એક જ વર્ષમાં 8 લાખ લોકોએ ભારત છોડી દીધો હતો.
2023માં 25 લાખ 99 હજાર થઈ ગયા હતા.
- પોતાની રામ જન્મભૂમિ છોડી રહ્યા છે.
લોકો દેસ એટલા માટે છોડી રહ્યાં છે કે, મોદી રાજમાં તેમની અને તેમના સંતાનોની આવતીકાલ સારી નથી. - અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા 2016થી લઈને સતત વધતી રહી છે.
સાથે જ કેટલાક ભારતીયો જાણે કે, આ તકનો લાભ લઈને ભારતીયોની ધરપકડો, ભારતીયોના ડિપોર્ટેશન થયા હોવાની અફવાઓ ફેલાવીને અફ્વાના બજારો ગરમ કરવામાં લાગી ગયા છે.
2024 ના વાર્ષિક અહેવાલ મુજબ, દેશ નિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં ચાર વર્ષમાં પાંચ ગણો વધારો થયો છે. 2021 માં 292 થી 2024 માં 1,529 થઈ ગઈ. જો કે દેશ નિકાલના આંકડા પણ બહાર આવ્યા છે. ગયા ઑક્ટોબરમાં બિનદસ્તાવેજીકૃત પુખ્ત ભારતીયોને પરત મોકલતી ચાર્ટર ફ્લાઇટ્સ વિશે માહિતી શેર કરતાં, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના એક સહાયક સચિવે ઑક્ટોબર 2023 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે ચાર્ટર અને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવેલા ભારતીયોની સંખ્યા 1,100 હોવાનું જણાવ્યું હતું.
યુનાઇટેડ સ્ટેટ્સમાં વિશ્વમાં સૌથી વધુ હિજરતી વસ્તી છે, 2019માં 5 કરોડ લોકો હતા.
વિશ્વમાં 24 કરોડ લોકો હિજરતી છે જેમાંથી અમેરિકામાં 14.4% છે.
1 કરોડ જન્મેલા બાળકો છે.
વર્ષ 2024માં 8 હજાર કરોડપતીઓ દેશ છોડીને ગયા હોવાની શક્યતા છે.
વર્ષ 2023 માં, અંદાજે 6,500 કરોડપતિઓ દેશ છોડી ગયા.
વર્ષ 2022 માં, લગભગ 7,500 કરોડપતિઓ ભારત છોડીને ગયા છે.
ચીનને ટોચ પર રાખવામાં આવ્યું છે.