મોટા ભાગનાં લોકો પોસ્ટ વિભાગમાં રોકાણ કરતા હોય છે. કારણ કે પોસ્ટ વિભાગમાં રોકાણ કરવાથી ફાયદો એ રહે છે કે તેમાં સુરક્ષા અને નફો બંન્ને વધારે મળતો હોય છે. પરંતુ હવે આવા પોસ્ટવિભાગમાં પોલિસી ધરાવતા ધારકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે.
Infrastructure Leasing & Financial Services લિમિટેડનો વિકરાળ દૈત્ય મો ખોલીને ઉભો છે. ભયંકર ચેપી રોગની જેમ ફેલાવો કરી રહ્યો છે. આ વાયરસ અપેક્ષા સેવાઈ રહી હતી એ રીતે ખૂબજ જલ્દીથી ફેલાઈ ચુક્યો છે અને આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર માટે માથાનો દુખાવો બની ચુક્યુ છે. હવે આ બોન્ડમાં પોસ્ટ વિભાગની પોલિસી ધારકો ફસાતા સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય બન્યુ છે. વાત એમ છે કે પોસ્ટ વિભાગમાં પોલિસી ધારકો જે છે તેમની રકમ Infrastructure Leasing & Financial Services બોન્ડમાં ફસાઈ છે. જેના કારણે 1 લાખ કરોડથી વધારે રકમ ફસાઈ છે.
ચિંતાની વાત એ છે કે PLI પોલિસી ધારકોની યાદીમાં 2016-17ના અંત સુધીમાં તો 2,13,323 નવી પોલિસી જોડાઈ જેમા વીમા રકમ 11,096.67 કરોડ રૂપિયાની માતબર રકમ હતી. નાણાંવર્ષ 2016-17માં કુલ પોલિસી સંખ્યા 46.8 લાખ હતી અને કુલ રકમ 1,13,084.31 કરોડ રૂપિયા હતી જે આંખ ફાડી નાંખે તેવી રકમ ગણાય.
ઉલ્લેખનીય છે કે આ જીવન વીમાનો કારોબાર છે અને જે ખરાબ બોન્ડમાં ફસાયો છે. જ્યારે ખાનગી અને PSU કંપનીઓના અપ્રત્યક્ષ રૂપે EPFO અને પેન્શન નિધિના માધ્યમથી આ નાણાં ફસાયા છે. સાર્વજનીક ક્ષેત્રની કંપનીઓની વિશાળ યાદીનો એક ભાગ છે. કર્મચારીઓનો મોટો સમુદાય EPFOમાં જમા પોતાની રાશીને લઈને ચિંતિત છે.