મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ પોસ્ટ ઓફિસની કાયા પલટ થઈ ચુકી છે. હવે પોસ્ટ ઓફિસમાં તમને દરેક પ્રકારના બુકિંગની સુવિધા મળે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ખુલ્યા બાદ પોસ્ટ ઓફિસે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ શરૂ કરી દીધી છે. પોસ્ટ ઓફિસ હવે સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ જેવી બેકિંગ સેવાઓ આપ્યા ઉપરાંત લોન ફેસેલિટી પણ આપશે. હવે તમે જરૂર પડવા પર પોસ્ટ ઓફિસમાંથી લોન પણ લઈ શકો છો.

પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેન્ક હાલમાં આપી રહ્યું છે આ સુવિધાઓ
સરકારે પોસ્ટ ઓફિસને સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે ગ્રાહકોને નાની લોન મળી શકે છે. પોસ્ટ ઓફિસ પેન્મેન્ટ બેન્ક દરેક સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ ખાલવા, ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ, બિલ પેમેન્ટ અને રિચાર્જ, રેમિટેન્સેઝ એન્ડ ફંડ ટ્રાંસફર, ડોરસ્ટેપ બેંકિંગ, DoP પ્રોડક્સ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા છે.

IPPB ખાતાને પોસ્ટ ઓફિસથી બચત ખાતા સાથે જોડી શકાય છે. જે ઉપરાંત પેમેન્ટ બેન્કમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, SMS બેન્કિંગ, મિસ્ડ કોલ બેન્કિંગ, ફોન બેન્કિંગ અને QR કાર્ડથી બેન્કિંગ સુવિધાઓ પણ મળે છે.
પરંતુ પેમેન્ટ્સ બેન્ક પોસ્ટ ઓફિસ લોન નથી આપી શકતું. જોકે આ પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા આરડી એકાઉન્ટના બદલામાં લોન આપી શકે છે. આ ઉપરાંત IPPB સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, PPF અને આરડી એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટ દ્વારા ઓનલાઈન પેમેન્ટ અથવા ફંડ ટ્રાન્સફરની સુવિધા પણ આપે છે. આ દરેક સુવિધાઓ DoP પ્રોડક્ટ પેમેન્ટની હેઠળ મળે છે.