દેશના યુવાનો દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં ફાઇલ કરાયેલી લોન અરજીઓમાંથી સૌથી વધુ અરજી લગ્ન ભંડોળ માટે કરવામાં આવી હતી. એટલે કે, ૨૦ થી ૩૦ વર્ષના યુવાનો અન્ય જરૂરિયાતોના બદલે તેમના લગ્ન માટે લોન લઈ રહ્યા છે. ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઈન્ડિયાલેન્ડ્સના એક રિપોર્ટના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧ ટકા યુવાનોએ તેમનો બિઝનેસ શરૂ કરવા માટે લોન લીધી હતી, જ્યારે ૧૯ ટકા યુવનાઓએ ફરવા માટે જ્યારે ૭ ટકા યુવાનોએ તેમની લાઈફસ્ટાઈલને બદલવા માટે લોનની અરજી કરી હતી.

છ શહેરોના યુવાનો વચ્ચે કરાયો સર્વે દેશના છ શહેરો (મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકત્તા)માં નોકરી કરનારા અને પોતાનો બિઝનેસ કરનારા યુવાનો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૫૨૦૦ યુવાનોએ સાત કેટેગરીમાં તેમની લોનની જરૂરિયાત દર્શાવી હતી. આ કેટેગરીમાં લગ્ન, સ્ટાર્ટઅપ, સ્ટડી, ટ્રાવેલ, લાઈફસ્ટાઈલ, હોમ રીનોવેશન, અને અન્ય જરૂરિયાતની લોનનો સમાવેશ થાય છે.

સર્વેની ચોંકાવનારા તારણો મુંબઈમાં, ૨૨ ટકા યુવાનોએ તેમના લગ્ન માટે લોન લીધી હતી. તેમજ આ લોનનું પ્રમાણ તમામ શહેરોમાં સૌથી વધુ છે. આ પછી ૨૦ ટકા યુવાનોએ શિક્ષણ અને ટ્રાવેલિંગ માટે લોન લીધી હતી. દિલ્હીના ૨૦ ટકા યુવાનોએ તેમના લગ્ન માટે લોન લીધી છે, જ્યારે ૧૮ ટકા લોકોએ શિક્ષણ માટે, ૧૫ ટકા લોકો મુસાફરી માટે અને ૧૪ ટકા લોકોએ સ્ટાર્ટઅપ માટે લોન લીધી હતી. દિલ્હીના મોટાભાગના યુવાનો ૨૭ ટકા લોકોએ તેમની જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે લોન લીધી હતી.

શૈક્ષણિક લોન માટે સૌથી વધુ અરજી અંદાજે ૨૦ ટકા બેગ્લોરના યુવાનો દ્વારા કરવામાં આવી છે. ટ્રાવેલિંગ માટે કરવામાં આવેલ કુલ અરજીઓમાંથી સૌથી વધું ૨૦ ટકા અરજી હૈદરાબાદના યુવાનો દ્વારા કરવામાં આવી છે. તમામ છ શહેરોમાં લોન માટેની અરજીઓ વર્ષ ૨૦૧૬-૧૭માં ૭ ટકા અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૫ ટકા થઈ ગઈ છે.