અમદાવાદ
India: ભક્તોના રૂપિયામાંથી ધનવાન બનેલા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા બહાર આવી હતી. આવા અનેક ધતિંગ બહાર આવે છે. હવે દશામાના વ્રત શરૂ થયા છે.
ભારતમાં દશામના નામે રૂ. 200 કરોડનો કારોબાર ચાલે છે. વિજ્ઞાન જાથાએ દશામાંના નામે ખોટી રીતે ઘુણી છેતરપિંડી કરતી 808 ભુઈમાનો પર્દાફાશ કર્યો છે. 2800 ઢોંગી ભૂઈમાના ધૂણવાના ઢોંગ બંધ કરાવ્યા છે.
આવું બધું બહાર આવી રહ્યું હોવાથી ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાલા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે બિલ રજૂ કરાશે.
ગુજરાતમાં શ્રદ્ધાળુઓના કારણે પરપ્રાંતિય ભિખારી રાજ્યમાં મોટી સંખ્યામાં આવે છે.
જે સાધુ બની જાય છે. રાજસ્થાન, યુ.પી.માંથી ભીખારીઓ દશામાં વ્રત સમયે ગુજરાતમાં આવીને ભીખ માંગે છે.
20 વર્ષોથી દશામાનું કૌતુક ઉભું કરી, ચમત્કાર, ધ્યાનાકર્ષણ, શ્રદ્ધાનો માહોલ ઉભો કરી લેભાગુઓ વેપાર સાથે રૂપિયા ખંખેરવાનું એકમાત્ર કારણ બની ગયું છે. ચમત્કારનો વેપાર થાય છે.
વ્રતમાં દશામાની મૂર્તિ,વાહન સાંઢણી, શ્રૃંગાર, ક્રિયાકાંડના સાધનો, ઉપવાસ,
કથાઓની ચોપડીઓ, યુટયુબ પ્રચાર અંધશ્રદ્ધા ફેલાવે છે. ‘મા’ દશામા હંમેશા પૂજનીય છે. તેના નામે ફાયદો વેપારી, ભૂઈમાં, લેભાગુઓ ઉઠાવે છે.
દશામાની ભૂઈમાની સંખ્યા અગણિત થઈ ગઈ છે. ધૂણતી ભૂઈમાઓએ ચમત્કાર કરી લાખોની કમાણી કરે છે.
નવા દેવ- દેવીઓ, ચમત્કારિક વ્રત, કથાનો નવા ચળકાટ સાથે જોશભેર ઉમેરો અને પ્રચાર થઈ રહ્યો છે.
વેપારીઓ જુના શાસ્ત્રમાંથી ઉઠાંતરી કરી નવા રૂપ રંગ, આધુનિક સંગીતમાં ફીટ કરી નવી દેવ-દેવીઓમાં ઉમેરી તેનો ફોટો પણ કાલ્પનિક બનાવી ધાર્મિક શ્રદ્ધાળુઓના માથામાં બરાબર ફીટ કરવામાં સફળ થયા છે.
લાખોની સંખ્યામાં ચોપડી વેચાય છે. જેમાં ચમત્કાર બતાવે છે. સ્વયંભૂ પ્રાગટ્ય ચિત્ર દર્શન, કંકુ, પગલા થવા, કોઈ વસ્તુમાં દશામા દેખાવા, પરચા સંબંધી તરહ તરહની હકીકત બહાર આવે છે. તે તમામ ખોટી પુરવાર થઈ છે.
જાથા માને છે કે માતા-પિતા જ ભગવાન, ગુરૂ છે. ઘરને માનવ મંદિર બનાવવાની જરૂર છે.
અંધશ્રદ્ધા, કાળા જાદુ કે મેલી વિદ્યા જેવી બાબતોનો શિકાર પછાત અને આદિજાતિના લોકો વધુ ભોગ બનતા હોય છે કારણ કે તેમાં કોઈ રો-મટિરિયલની જરુર પડતી નથી!
અમેરિકામાં 150 વર્ષ જૂનું ચર્ચ તાત્કાલિક અમલમાં આવે તે રીતે બંધ કરવાનું નક્કી કર્યું.
અમેરિકામાં ઠેર ઠેર ચર્ચ ક્યાં ક્યાં નાટ્યાત્મક કારણોસર બંધ થવા માંડ્યા છે તેના પર સંશોધન કરે છે.
ધર્મ નથી એવા 30% થી વધારે છે.
મોટાભાગના ચર્ચમાં પાટલીઓ ખાલી હોય છે. આવું કેમ થઈ રહ્યું છે, જે ગુજરાતમાં સ્વામિનારાયણ અને સ્વાધ્યાય પરિવાર જેવા બીજા ફીરકાઓમાં સાધુઓની પાપલીલા બહાર આવે છે. 2019માં પ્રોટેસ્ટન્ટ શાખાના 4500 ચર્ચ કાયમ માટે બંધ કરવામાં આવ્યા હતા.
ધર્મગુરુઓ તરફથી બાળકો અને કુંવારી છોકરીઓને જાતીય સતામણી, જુદા જુદા સંપ્રદાયોની આંતરિક હરીફાઈ, મતભેદ, બાળ – જન્મમાં સખ્ત ઘટાડો, કુટુંબોની ધર્મ તરફ વધતી જતી ઉદાસીનતા અને યુવાનોમાં કોઈપણ ધર્મ પ્રત્યે આસ્થાનો અભાવ જવાબદાર છે. અમેરિકાના યુવા ખ્રિસ્તી લોકો ચર્ચથી કે ધર્મથી દૂર થઈ રહ્યા છે અને માણસાઈમાં માનવા લાગ્યા છે; બીજી તરફ અમેરિકન ભારતીયો મંદિરો ઊભા કરી રહ્યા છે. પરંતુ માણસાઈથી દૂર જતા રહ્યા છે.
ભારતમાં પહેલો ધર્મ જ માણસાઈનો હતો હવે તે સ્થાન 2 હજાર વર્ષથી મંદિરોએ લીધું છે.
લોથલ અને ધોળાવીરામાં કબરો છે પણ ક્યાય મંદિરના અવશેષો નથી. તેનો સીધો મતલબ છે કે 5 હજાર વર્ષ પહેલાં માત્ર માનવ ધર્મ હતો મંદિર ન હતા. ભારતમાં એક પણ મંદિર 2 હજાર વર્ષથી જૂનું નથી.
અમેરિકામાં સ્વામિનારાયણના જુદા જુદા પંથો વિશાળ મંદિરો ઊભા થઈ રહ્યા છે. આ એવી ઈન્ડસ્ટ્રીઝ છે, જેમાં અંધશ્રદ્ધા સિવાય કોઈ રો-મટિરિયલની જરુર પડતી નથી.
ગુજરાત વિધાનસભા
ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી.
23 જુલાઈ 2024માં ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાલા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટે બિલ રજૂ કરાશે. કાળો જાદુ-મેલી વિદ્યાના દૂષણને નાથવા સોગંદનામામાં જણાવાયું હતું.
મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર પ્રિવેન્શન એન્ડ ઇરેડિકશન ઓફ હ્યુમન સેક્રિફાઈસ એન્ડ અધર ઇન હ્યુમન, એવિલ એન્ડ અઘોરી પ્રેક્ટિસ અને બ્લેક મેજિક એક્ટ-2013 અસ્તિત્વમાં છે. ગુજરાતમાં હજુ સુધી કાળા જાદુ અને અમાનવીય પ્રવૃત્તિઓને નાથવા કાયદો નથી. કાયદા વિભાગે એક બેઠક પણ કરી હતી. આગામી વિધાનસભાના સત્રમાં ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે.
અંધશ્રદ્ધા અને કાળા જાદુના બનાવો બહાર આવ્યા છે.
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક નરેન્દ્ર દાભોલકરની હત્યા થયાના ચાર દિવસ બાદ જ મહારાષ્ટ્રમાં આ કાયદાને લઈ વટહુકમ બહાર પડાયો હતો.
વિજ્ઞાન જાથાએ 11 હજાર ધુતારાને પકડી પાડ્યા છે.
11 હજાર કર્મકાંડી, જ્યોતિષ, શરીર ભોગવતાં સાધુ અને મૌલવીઓ, ધર્મના ધુતારાને ખુલ્લા પાડ્યા છે. આવું સમાજ સુધારાનું કામ દેશમાં આજ સુધી કોઈએ કર્યું નથી. વિજ્ઞાન જાથા સંસ્થાના સ્થાપક જયંત પંડ્યાએ ગુજરાત ભરમાં ભુવા, ભરાડી, ધુતારા, કર્મકાંડીઓ સામે લડી રહીને ખુલ્લા પડ્યા હતા. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર કર્મકાંડી ધુતારાઓએ ફેબ્રુઆરી 2018માં હિચકારો હુમલો કર્યો હતો. તે અગાઉ તેમના પર ધમકી આપતા 10 હજારથી વધું ફોન આવ્યા હતા. જયંત પંડ્યા પર અનેક વખત હુમલા થયા છે. તેમણે 9 હજાર મેલી મુરાદ ધરાવતા ઢોંગી અને ધૂતારાને ખુલ્લા પાડ્યા છે.
તેમના પર કર્મકાંડી બ્રાહ્મણોએ રાજ્યમાં ઉહાપોહ મચાવી દીધો હતો. જે ધુતારાઓને પકડીને સમાજ સુધારાનું કામ કરતાં હતા તેમને છેલ્લા એક વર્ષથી કર્મકાંડીઓએ ચૂપ કરી દીધા છે. પંડ્યા હવે આવા ધુતારાઓને પકડતા નથી. પણ તેમનું કામ હવે સમાજે ઉપાડી લીધું છે.
ટીવી અને છાપા જવાબદાર
ટીવી ચેનલો અને છાપાં જવાબદાર છે. લોકોને અધાર્મિક લોકો દ્વારા માનસિક ગુલામ બનાવી રાખવાનું ષડયંત્ર કેટલું પૂર જોશ માં ચાલી રહ્યું છે. ટેલિવિઝન પર અભણ બાવાઓના ભાષણ આવે છે.
બાબા રામ-રહીમ, આશારામ, સ્વાધ્યાય પરિવાર, ઈચ્છાધારી બાબા, વિકાસાનંદ, સ્વામી સદાચારી, નિત્યાનંદ, કલકી ભગવાન જેવા સેતાની સાધુઓથી લાલચુ ભક્ત એમાં ફસાતાં જ રહે છે. આવા ઢોંગી સાધુ અંધશ્રદ્ધા ફેલાવે છે.
સરકાર અંધશ્રદ્ધા ફેલાવે છે
સરકાર ગાંધીનગરમાં પ્રધાનો માટે 13 નંબરનો બંગલો કોઈ રાખવા તૈયાર નથી. તેથી 13 નંબરનો બંગલો જ નથી.
ભાજપના બે ટોચના નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને આત્મારામ પરમારે પોતાને ચૂંટણી જીતાડવા માટે ભુવા અને ભરાડીઓનું સન્માન કરીને મતની ભીખ માગી હતી. ભૂપેન્દ્રસિંહને ભૂવાએ તો ન જીતાડી આપ્યા પણ સરકારના એક અધિકારીએ 327 મત અપાવીને જીતાડી આપ્યા હતા. અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનાર ભૂપેન્દ્રસિંહ પોતે શિક્ષણ વિભાગના પ્રધાન બન્યા છે. જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય તે ગુજરાતના શિક્ષણ પ્રધાન બન્યા છે. ગુજરાતના લોકો જ અંધશ્રધ્ધા સામે લડાઈ લડી રહ્યા છે.
સી આર પાટીલએ પણ મોદીને ભુવા કહ્યા હતા.
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને વિધાનસભા ભવનમાં દારુબંધીના મામલે જુતું મારનારા ગોપાલ ઈટાલીયાએ ગુજરાતમાં નવી શરૂઆત કરીને ધુતારા કથાકારો અને અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને પડકારીને નવી શરૂઆત કરી છે. તેમણે કેટલાયે કથાકોરો જે રીતે અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને આર્થિક અને શારીરિક રીતે લૂંટતા હોવાનો પર્દાફાશ કર્યો છે.
ટોલ્સટોયે કહ્યું હતું, ‘માણસ સ્વભાવથી જ શ્રદ્ધાળુ હોય છે. ઈશ્વર વિના એને ચાલતું નથી. તમને એ વાતનો અનુભવ થશે જ. તે સ્વભાવે અક્કડ છો એટલે ઈશ્વરમાં માનતા નથી. અને આ દુનિયા જેવી હોવી જોઈએ એવી નથી એ વાતથી તમને આઘાત લાગે છે. જીવનનું રહસ્ય શોધવાના માનવીના પ્રયત્નોમાંથી ધર્મ તરફની શ્રદ્ધાનો ઉદ્ભવ થયો છે
કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટરનેટ દ્વારા ગ્રહોના નંગ વાળી વીંટી મંગાવીએ છીએ.
શ્રી ફળ વધેરી ચાંલ્લા કરતા જોવા મળે છે. પૂજન નહિ કરવામાં આવે તો વસાવેલ વસ્તુઓ આપણને યોગ્ય વળતર ન આપે એ અંધશ્રદ્ધા કહીશું. આમાં વર્તનાર મહામાનવોને આપણે ક્રમશ: શ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ માં વિભાજીત કરેલ છે.
ઈન્ટરનેટ દ્વારા મોબાઈલ ફોન જેવી ટેકનોલોજીના જમાનામાં અંધશ્રદ્ધાનો દૂરૂપયોગ થઈ રહ્યો છે. હાથની ચાલાકી અને ટેકનોલોજીનો દૂરઉપયોગ આજે માનવોને ડરાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અંધશ્રદ્ધાની ઊંડી ખાણમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. ટેકનોલોજી તેની તરફ ખેંચાણ ઉત્પન્ન કરી રહી છે.
જે સંત કે સંપ્રદાય કે કથાકાર કે ધુતારા લોકો જ્યારે લાખો ગરીબ બાળકો અને તેના કુટુંબને મકાનો બનાવી આપે તે સાચા સંત માનવા
કાળી ચૌદશે ચાર રસ્તાની ચોકડી પર ઉતાર કરી મૂકેલ લાલ ઘાગાથી વીંટેલ નાળિયેર કે ખીલી મારેલું લીંબુ અને તેને ફરતે પાણીથી કરેલા ગોળાકાર જોઈ ભણેલો ગણેલો અને અંધશ્રદ્ધામાં નહીં માનનારો માનવ પણ તે સર્કલથી બહાર ચાલે છે.
હાથની આંગળીઓમાં ગ્રહો ના નંગ પહેરનારા અત્યારે ઠેર ઠેર જોવા મળશે, કદાચ એ પણ સાચું હશે પરંતુ દસ માંથી આઠ આંગળીમાં નંગા પહેરનાર ને તમે શું કહેશો, શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ?
બનાવટી ચમત્કારોમાં અંધશ્રદ્ધાએ ગૂંચવી રાખ્યાં છે.
ભગવાન સાથેની આપણી અનન્ય શ્રદ્ધા અનંત કાળોથી ચાલી આવી છે. જો આપણને તેનામાં શ્રદ્ધા હોય તો પછી આ બધા ધૂતારા પાછળ દોટ લગાડવાથી શું ફાયદો?
ગ્રહોની ગતિ સજીવ સૃષ્ટિ વગેરે ને ચલાવતી કોઈ શક્તિ તો જરૂર છે, પણ તે અંધશ્રદ્ધા નથી. ધર્મના ઠેકેદારો પૈસા કમાવા અને પોતાના સંપ્રદાય બીજાથી વધુ મજબૂત કરવા અંધશ્રદ્ધા આચરે છે.
જો તું આમ નહીં કરે તો ભગવાન તારું અકલ્યાણ કરશે. પણ ભગવાન એટલે કે વિશ્વની અમર્યાદ શક્તિ તો બધાનું કલ્યાણ કરે છે.
સુરત મહાનગરપાલિકાએ 50 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સાયન્સ સેન્ટરનું નિર્માણ કર્યું ત્યારે એનું બાંધકામ સંપુર્ણપણે વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ કરવામાં આવ્યું છે.
હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે. પ્લાસ્ટિકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ થયું છે