વર્ષ 2016માં કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર આતંકવાદીઓએ ભિષણ હુમલો કર્યો હતો. જેમાં 19 જવાનો શહીદ થયા હતાં. ત્યાર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. જેમાં અનેક આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતાં. પાકિસ્તાન પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ છેલ્લા બે વર્ષની ભારત આતંકી હુમલાઓથી સુરક્ષીત માનવામાં આવતું હતું.
પણ આજે બપોરે ફરી એકવાર આતંકવાદીઓએ ઉરી કરતા પણ મોટા આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે. આ કાયદરાપૂર્ણ અને બર્બર હુમલામાં CRPFના 42 જવાનો શહીદ થયા છે. આ હુમલામાં પણ સરહદ પારથી આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ સ્થિતિમાં 2019ની લોકસભાની ચૂંટણી પહેલા જ આ પ્રકારના હુમલાને લઈને મોદી સરકાર પર ફરી એકવાર પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરવાનું દબાણ વધશે.
હવે જોવાનું એ રહેશે કે સરકાર આ હુમલા બાદ કેવી રીતે રાજનૈતિક અને કૂટનૈતિક રૂપે આગળ વધે છે અને આતંકવાદીઓની આ કાયદતાપૂર્ણ હરકત પર કેવા પગલા ભરશે. દેશની સુરક્ષા રણનીતિને ધ્યાનમાં રાખતા આવનાર કેટલાક દિવસો ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.