અંદાજે 13 લાખ જવાનોની તાકાતવાળી ભારતીય સેના ધીમે-ધીમે પોતાની વધુ એક તાકાત વધારી રહ્યું છે. સેના રોકેટસ અને મિસાઇલ્સને લઇ હાઇ-કેલિબરવાળી ટેન્ક અને આર્ટિલરી શેલ્સનો ભંડાર પણ ઉભો કરી રહ્યું છે. આ તમામ તૈયારીઓ એ રીતે કરાઇ રહી છે કે જેથી કરીને 10 દિવસ સુધી ચાલનાર કોઇપણ ભયાનક યુદ્ધ માટે સપ્લાય પૂરું રહે. આગળ જતા આ લક્ષ્યને 40 દિવસ સુધી કરાશે. જો કે આવું કોઇપણ આવનારા ખતરાના લીધે નહીં પરંતુ 2022-2023 સુધીમાં સેનાને વધુ મજબૂત બનાવાની દ્રષ્ટિથી કરાઇ રહ્યું છે.
રક્ષા મંત્રાલયના સૂત્રોના મતે સેના માટે અલગ-અલગ હથિયાર ’10 (I) સ્તર’ સુધી પહોંચાડાશે તેનો મતલબ એ છે કે 10 દિવસ સુધી ચાલનાર ઘનઘોર યુદ્ધ માટે જરૂરી સ્ટોક હોવો. સૂત્રોના મતે આ ખાસ કરીને પશ્ચિમ સરહદ માટે છે. પરંતુ હથિયારોને રિઝર્વ પાકિસ્તાન અને ચીન બંનેને ધ્યાનમાં રાખીને ઉભા કરવા પડશે. ઉલ્લેખનીય છે કે પહેલાં જે જરૂરી વસ્તુ ઓછી પડતી હતી તેને પૂરી કરી લેવાઇ છે અને અંદાજે 12890 કરોડ રૂપિયાના 24 બીજા કોન્ટ્રાક્ટ હજુ પાઇપલાઇનમાં છે. તેમાંથી 19 વિદેશી કંપનીઓની સાથે કરાયેલા કરાર છે.
હવે નો ટાર્ગેટ 40(I)નું સ્તર હશે. જો કે તેને લઇ અત્યારે ખાસ ચર્ચા કરાશે કારણ કે દરેક પ્રકારના હથિયારોની મોટી સંખ્યામાં જરૂર પડતી નથી અને આટલા મોટા રિઝર્વને બનાવી રાખવાના ખર્ચ કે સગવડતાની દ્રષ્ટિથી પણ ઠીક નથી. મંત્રાલયનો એમ પણ વિચાર છે કે 200-23 બાદ 10 વર્ષ સુધી સ્થાનિક પ્રાઇવેટ સેકટરને વિદેશી કંપનીઓની સાથે મળીને 8 અલગ-અલગ પ્રકારના ટેન્ક, આર્ટિલરી અને ઇન્ફ્રેન્ટી હથિયાર બનાવામાં સક્ષમ બનાવામાં આવે જેની કિંમત 1700 કરોડ રૂપિયા વાર્ષિક અંકાય છે.
ઉરી હુમલા બાદ જાગી સરકાર
છેલ્લાં કેટલાંક વર્ષોથી સેનામાં ટેન્કથી લઇ એર ડિફેન્સ યુનિટ સુધી હથિયારોની અછતને લઇ પ્રશ્નો ઉભા થતા રહ્યા છે. કેટલાંય સંસદીય અને સીએજી રિપોર્ટસમાં પણ આ વાતનો ઉલ્લેખ કરાયો છે પરંતુ 2016માં થયેલા ઉરી હુમલા બાદ સરકાર એકશન મોડમાં આવી અને જળ, થલ, અને વાયુ ત્રણેય સેનાઓને નાણાંકીય અધિકાર આપી દેવામાં આવ્યા. જ્યારે એ વાત સામે આવી કે સેનાની પાસે યુદ્ધ માટે પૂરતા હથિયાર નથી ત્યારે 10(I) સ્તરના કોન્ટ્રાક્ટસ કરાયા. ત્યારબાદ હથિયારોથી લઇ એન્જિન સુધી 24000 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આવ્યા. સેના માટે સ્મર્ચ રોકેટ, કોંકુર એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, 125 એમએમ APFSDS અને બીજા હથિયારો માટે કુલ 19 કોન્ટ્રાકટ રૂસ અને બીજા દેશોની કંપનીઓની સાથે કરાયા.