લોકસભા ચૂંટણીનાં પરિણામોની રાહ આખો દેશ ઉત્સુકતાથી જોઈ રહ્યો છે. ફક્ત ભારત જ નહી પાકિસ્તાનમાં પણ અહીનાં ચૂંટણી પરિણામોને લઈને બેચેની છે. પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચ કમિશને પરિણામોનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે ઈસ્લામાબાદમાં 23 મેએ લાઈવ સ્ક્રીન્સ લગાવવામાં આવશે.
ભારતીય હાઈ કમિશન તરફથી જશ્ન-એ-જમ્હૂરિયત નામના એક જલસાનું આયોજન કરાયુ છે. 23 મેએ બપોરે 12 વાગ્યાથી ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનનાં ઓડિટોરિયમ અને લૉનમાં સ્ક્રીન્સ લગાવવામાં આવશે. જેમાં ચૂંટણી પરિણામોનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે. ત્યારબાદ સાંજે 7.30 કલાકે પરિણામો ઉપર ચર્ચા કરાશે.
ભારતનાં લોકસભા ચૂંટણીથી સૌથી વધારે ફરક પડોશી દેશ પાકિસ્તાનને પડશે. એટલેજ પાકિસ્તાનનાં દરેક મોટા મીડિયા હાઉસ ચૂંટણીનાં દરેક તબક્કાના કવરેજ સાથે ઓપિનિયન બ્લોગ લખી રહ્યા છે. તો સાથે જ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં પણ ચૂંટણીની ખૂબ ચર્ચા થઈ રહી છે.