ભારતમાં બ્લેકમનીને લઇને લાંબા સમયથી રાજકારણ રમાઇ રહ્યું છે. આ મામલે સમાચાર એજન્સી પીટીઆઇનો એક ચોકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સ્વિત્ઝરલેન્ડની બેન્ક (Swiss Bank)માં ભારતીયોના આશરે એક ડઝનથી વધારે નિષ્ક્રિય ખાતા છે જેનો કોઇ પણ દાવેદાર સામે આવ્યો નથી. એવામાં આ આશંકા છે કે આ ખાતામાં પડેલી રકમને સ્વિત્ઝરલેન્ડ સરકારના હવાલે કરવામાં આવી શકે છે.
સ્વિસ ઓથોરિટી પાસેથી મળેલી જાણકારી અનુસાર છ વર્ષમાં સ્વિત્ઝરલેન્ડની બેન્કોમાં જમા ખાતા નિષ્ક્રિય છે તેમાંથી એક માટે પણ કોઇ ભારતીયે દાવેદારી રજૂ કરી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ નિષ્ક્રિય ખાતામાંથી કેટલાક માટે દાવો કરવાની અંતિમ તારીખ આગામી મહિને પૂર્ણ થઇ જશે.જોકે, કેટલાક ખાતા એવા પણ છે જેમની પર 2020ના અંત સુધી દાવો કરી શકાય છે.
ચોકાવનારી વાત એ છે કે આ નિષ્ક્રિય ખાતામાં કેટલાક પર પાકિસ્તાનીઓએ દાવો કર્યો છે. આટલુ જ નહી સ્વિત્ઝરલેન્ડ સાથે સાથે કેટલાક અન્ય દેશોના લોકોના ખાતા પર પણ દાવેદારી રજૂ કરવામાં આવી છે. રિપોર્ટની માનીએ તો સ્વિસ બેન્કોમાં લગભગ 2,600 ખાતા છે જે નિષ્ક્રિય છે અને તેમાંથી 4.5 કરોડ સ્વિસ ફ્રૈંક અથવા આશરે 300 કરોડ રૂપિયાની રકમ છે. આટલુ જ નહી વર્ષ 1955થી જ આ ખાતામાં રહેલી રકમ માટે દાવેદારી રજૂ કરવામાં નથી આવી.
મહત્વપૂર્ણ છે કે સ્વિત્ઝરલેન્ડની સરકારે વર્ષ 2015માં જે ખાતા નિષ્ક્રિય થઇ ગયા છે અને તેમના વિશે જાણકારી સાર્વજનિક કરવાની શરૂ કરી હતી. તે બાદ સ્વિત્ઝરલેન્ડની બેન્કોએ નિષ્ક્રિય ખાતાના દાવેદારોને રકમ આપવા માટે જરૂરી દસ્તાવેજ જમા કરવાના આદેશ આપ્યા હતા. આ નિષ્ક્રિય ખાતામાંથી 10 ભારતીયોના છે. ચોકાવનારી વાત એ છે કે તેમાંથી કેટલાક ખાતા ભારતમાં રહેતા અને બ્રિટિશ રાજના સમયના નાગરિકો સાથે જોડાયેલા છે.