ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં આઇટીમાં શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) માટે કેરળના ભારતીય નેવલ એકેડેમી (આઈએનએ) એઝિમાલા ખાતેના ખાસ નૌલલયન ઓરિએન્ટેશન કોર્સ હેઠળ અરજીઓને આમંત્રણ આપશે. પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ એટલે કે joinindiannavy.gov.in દ્વારા 02 જુલાઇથી 16 જુલાઈ 2021 સુધી ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે અરજી કરી શકે છે.SSB માટે 21 જુલાઈ 2021ના રોજ બેંગ્લુરુ, ભોપાલ, કોલકાતા, વિશાખાપટ્ટનમ અને કોલકાતામાં ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
- ઓનલાઇન અરજીની શરૂઆત – 2 જુલાઈ, 2021
- ઓનલાઇન અરજીની અંતિમ તારીખ – 16 જુલાઈ, 2021
પદ વિગત
એક્ઝિક્યૂટિવ બ્રાન્ચ – 45 પદ
શૈક્ષણિક યોગ્યતા
અરજી કરનારા ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે કોમ્પ્યુટર સાયન્સ/ કોમ્પ્યુટર એન્જીનિયરિંગ / આઈટીમાં બીઈ / બીટેક, એમએમસી કોમ્પ્યુટર / આઈટી, એમસીએ અથવા એમ.ટેક કોમ્પ્યુટર / આઈટીની ડિગ્રી હોવી જોઇએ.
આવી રીતે કરો અરજી
ભારતીય નૌકાદળ SSC આઈટી ભરતી 2021 માટે અરજી કરવા માટે ઉમેદવાર 2 જુલાઈથી 16 જુલાઈ 2021 સુધી સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in પર રજીસ્ટર કરી શકે છે.