ગોવામાં ભારતીય નેવીનું મિગ- 29K વિમાન ક્રેશ થઇ ગયુ. ક્રેશ થયા પહેલા પાયલોટ કોકપિટમાંથી બહાર નીકળી ગયા હતા અને તે સુરક્ષિત છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મિગ સિરીઝ વિમાનોમાં સતત થઇ રહેલી દૂર્ઘટનાઓને કારણે તેણે ઉડતો તાબુત કહેવામાં આવવા લાગ્યો છે.
આ પહેલા 16 ડિસેમ્બર 2019માં ગોવામાં જ એક MIG-29K દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયો હતો. આ દૂર્ઘટના ત્યારે થઇ જ્યારે પાયલોટ ટ્રેનિંગ માટે ઉડાન ભરી રહ્યા હતા. દૂર્ઘટનામાં બન્ને પાયલોટ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયા પહેલા અલગ થઇ ગયા હતા.
– આ પહેલા 2018માં ગોવામાં જ એરફોર્સ રન વે પર એક MIG-29 ક્રેશ થઇ ગયુ હતુ. તે વિમાન ઉડાન ભરતા પહેલા જ ફસકાઇ પડ્યુ હતું.
– માર્ચ 2018માં પણ રાજસ્થાનના જોધપુરમાં એક મિગ સિરીઝનું વિમાન ક્રેશ થઇ ગયુ હતું. ફાઇટર પ્લેનમાં હાજર પાયલોટે સાવચેતી દાખવતા વિમાનને વસ્તી ધરાવતા વિસ્તારથી દૂર લઇ ગયો હતો.
– 25 સપ્ટેમ્બર 2018માં મધ્યપ્રદેશના ભિંડમાં પણ એક મિગ-21 દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. આ દૂર્ઘટનામાં એક પાયલોટને ગરદનમાં ઇજા થઇ હતી. ફાઇટર પ્લેન એક ખાલી ખેતરમાં પડ્યુ હતું.