કોવિડ-19 સંકટથી પ્રભાવિત ચાલું નાણાકિય વર્ષનાં પહેલા ત્રિમાસિકમાં રેલવેનાં પેસેન્જર ટ્રેનોથી કમાણીમાં 1066 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે..ભારતીય રેલવેનાં ઇતિહાસમાં આવું સૌપ્રથમ બન્યું છે કે જ્યારે રેલવેને ટિકિટ બુકિંગથી થયેલી કમાણીથી વધુ પૈસા યાત્રિકોને રિફંડ કર્યા છે, આ બાબતની માહિતી એક આરટીઆઇ દ્વારા જાણવા મળી છે, આ આરટીઆઇ મધ્યપ્રદેશનાં ચંદ્રશેખર ગૌરે કરી હતી.
આ આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર, એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં રેલ્વે પેસેન્જર કેટેગરીની આવક નકારાત્મક રહી છે. તો, નૂરમાંથી થતી આવક તેના સ્તરે રહી હતી. કોરોના વાયરસ સંક્રમણનાં કારણે ટ્રેનો રદ થવાથી અને મુસાફરી પ્રતિબંધથી ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં સામાન્ય પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, રેલવે મુસાફરોને એપ્રિલમાં રૂ 531.12 કરોડ, મે મહિનામાં રૂ. 145.24 કરોડ અને જૂનમાં 390.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
રેલ્વે પ્રવક્તા ડી.જે. નારાયણે પીટીઆઈને જણાવ્યું કે આ નુકસાનની રકમ તેમની આવક કરતા વધુ લોકોને રેલ્વેના રિફંડ કરવાના આંકડા જોતા જણાય છે. ગયા વર્ષે રેલવેએ એપ્રિલમાં 4,345 કરોડ રૂપિયા, મેમાં 4,463 કરોડ અને જૂનમાં રૂ 4,589 કરોડની આવક કરી હતી.