છેલ્લાં ૭ દિવસથી દેશ ભરમાં લોકડાઉન ની પરિસ્થિતિ છે. ત્યારે લોકો ને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે.. હજુ લ્ક્દૌન નો સમયગાળો કેટલો લંબાશે…? લોકડાઉન આગામી 14 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. પીએમ મોદીની જાહેરાત બાદ દેશભરમાં મેટ્રો, રેલ સહિત તમામ પ્રકારની ખાનગી અને સરકારી પરિવહન સેવા સંપૂર્ણ બંધ છે. ભારતીય રેલવેએ પણ જણાવ્યું હતુ કે 14 એપ્રિલ સુધી તમામ પેસેન્જર ટ્રેનોનું પરિવહન બંધ રહેશે માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે માલગાડીઓનું પરિવહન ચાલુ રહેશે.
આઈઆરસીટીસીની ઓફીશીયલ એપ્લિકેશન પરથી 15 એપ્રિલથી બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. એટલે કે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે લોકડાઉન 14 એપ્રિલથી આગળ નહી વધે. સોમવારે કેન્દ્રીય કેબિનેટ સચિવે રાજીવ ગૌબાએ પણ જણાવ્યું કે હાલની સ્થિતિમાં લોકડાઉનને આગળ વધારવાની કોઈ યોજના નથી