રેલ્વે પોતાના એક નિવેદનમાં રેલ્વેએ જણાવ્યું કે, તે પહેલાં જ પોતાના કર્મચારીઓને તેઓનાં આશ્રિત પરિવારજનોને રેલ્વે કર્મચાર ઉદારીકૃત સ્વાસ્થ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી સ્વાસ્થ્ય સેવા મારફતે હેલ્થ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલ્વે હવે રેલ્વે કર્મીઓને તબીબી સારવારના વિસ્તારને વધારવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે.
રેલ્વે દ્વારા જાહેર કરાયેલાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેલ કર્મીના સમગ્ર સ્વાસ્થ્ય વીમા યોજના સાથે જોડાયેલ તમામ પાંસાઓને પરખવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ સારવાર, આકસ્મિક પરિસ્થિતિઓ સમયે આર્થિક જોખમો સામે કર્મીઓને વીમા કવર ઉપલબ્ધ કરાવવાનો છે. રેલ્વેએ પોતાના તમામ મંડળો અને ઉત્પાદન એકમોના મહાપ્રબંધકોને આ પ્રસ્તાવ પર તેમની પ્રતિક્રિયા અને સૂચન મગાવ્યા છે.