કોરોના મહામારીના વધતા જતાં જોખમ વચ્ચે ભારતીય રેલવે (Indian Railway) પણ કોરોનાને નાથવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે, ત્યારે આજે રેલવે તરફથી વધુ મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે તરફથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની ટિકિટ (Platform Ticket)ને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.
આજ કારણ છે કે, ભારતીય રેલવેને આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. હકીકતમાં મહારાષ્ટ્રના પૂણે શહેરમાં પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયા કરી દેવામાં આવી હતી. 10 રૂપિયામાં મળનારી ટિકિટની કિંમત સીધી 5 ગણી વધારી દેવામાં આવી હોવાની ચર્ચાઓ થવા લાગી હતી.
હવે રેલવેએ જણાવ્યું કે, આ નિર્ણય કોરોનાના સંક્રમણને જોતા તકેદારીના ભાગરૂપે લેવામાં આવ્યો છે. કિંમત વધુ હોવાના કારણે લોકો કારણવિના રેલવે સ્ટેશન પર આવવાનું ટાળશે.
રેલવે સ્ટેશન પર બિનજરૂરી લોકોને આવતા રોકવા માટે રેલવેએ મોટો નિર્ણય લીધો છે. પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયા કરી દેવામાં આવી છે. જેનું મુખ્ય કારણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાનું પણ છે.