કોરોના વાયરસ (Corona Virus)નાં કારણે દેશમાં ઘણાં ક્ષેત્રોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. નાના ઉદ્યોગ હોય કે મોટા, સરકારી સેક્ટર હોય કે પ્રાઈવેટ તમામ વિભાગોને ભારે નુકસાન (Heavy damage) ભોગવવું પડ્યુ છે અને ભારતીય રેલ્વે (Indian Railways) પણ તેનાથી બાકાત નથી. કોરોના વાયરસને લીધે ભારતીય રેલ્વેને મોટા પાયે ભારે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેને પેસેન્જરો (Railway Passengers) દ્વારા ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 10 થી 15 ટકાની જ આવક થઈ શકશે. ભારતીય રેલ્વેને કોરોના મહામારી (Corona epidemic) ને લીધે નાણાકીય વર્ષ (Financial year) માં પેસેન્જરોથી થનાર આવકમાં 35 હજાર કરોડ રૂપિયા સુધીનો ભારે નુકસાન થઈ શકે છે.
એવામાં રેલ્વે બોર્ડનાં ચેરમેન વિનોદકુમાર યાદવે (Vinodkumar Yadav) જણાવ્યુ કે, કોરોના મહામારીનાં લીધે તમામ યાત્રાઓ પર અંકુશ લગાવવું એ રેલ્વે પર ભારે પડનાર છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, અમને નથી ખબર કે કોરોનાથી આવનાર સમયમાં કેવી હાલત થશે કે શું સ્થિતિ હશે. રેલ્વેનો ધ્યેય 2020નાં વર્ષમાં માલને પહોંચાડવાનાં કાર્યને 50 ટકા જેટલું વધારવાનું હતુ. જે માટે હવે પાયેથી તેના વિકાસ માટે કાર્ય કરવામાં આવશે. જણાવી દઈએ કે હાલ રેલ્વે માત્ર 230 સ્પેશિયલ ટ્રેનો (Special trains) ચલાવી રહી છે, જેમાંથી કુલ સીટોની સરખામણીમાં 75 ટકા લોકો જ યાત્રા કરી રહ્યા છે.
રેલ્વે પોતાના કર્મચારીઓની છટણી કરવાનું પણ વિચારી રહ્યો છે તથા રેલ્વેની વેકેન્સી (Railway vacancy) ને 50 ટકા કાપ માટે રેલ્વેએ જનરલ મેનેજર (General manager) ને જણાવ્યુ હતુ. કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ (Railway situation) એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારી (Railway employees) ઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલય (Union Finance Ministry) ને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક તરફથી ભારતીય રેલ્વે ભરતીમાં કાપ સાથે કર્મચારીઓને પણ જરૂરિયાત મુજબ રાખવાનો વિચાર કરી રહી છે