માઇક્રોસોફ્ટે હાલમાંજ તેના વિન્ડોઝ 7 માટે સપોર્ટ બંધ કરી દીધો છે અને હવે કંપનીએ તેની વધુ એક સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટે આ વાતની પુષ્ટિ કરી છે કે તે એન્ડ્રોય્ડ અને આઇઓએસ માટે તેના વર્ચુઅલ આસિસ્ટન્ટ કોર્ટાનાને બંધ કરી રહ્યું છે. કંપનીએ જણાવ્યું કે તે એન્ડ્રોય્ડ માટે તેના લોન્ચર એપથી તેને 31 જાન્યુઆરીથી હટાવી દેશે. કંપનીએ હવે કહ્યું કે આ એપ માત્ર અમેરિકામાં જ કામ કરશે.
શુ છે કોર્ટાના
માઇક્રોસોફ્ટને એન્ડ્રોયડ અને iOS માટે cortana ડિસેમ્બર 2015માં લોન્ચ કર્યું હતુ અને તેને વિન્ડોઝ 10 અને મોબાઇલમાં માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. કોર્ટાના માઇક્રોસોફ્ટનો એક આર્ટિફીસિયલ ઇન્ટેલિજેન્સ સોફ્ટવેર છે જે કોમ્પ્યુટર અને મોબાઇલમાં લોકો માટે ડિઝિટલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.