ભારત કર્ણાટકમાં આવેલું કોવિડ કેર સેન્ટર 15 સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવી રહ્યું છે. કારણ કે દર્દીઓની અછત છે અને દર્દીઓ આવી નથી રહ્યા. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સ્થિત આ હોસ્પિટલ ભારતનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર છે. આ કોવિડ કેર સેન્ટર હળવા અને લક્ષણો વગરના દર્દીઓ માટે બનાવવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં દસ હજાર બેડ ગોઠવાયા હતા. અને દાવો કરવામાં આવ્યો હતો કે તે દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર છે. હવે મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કેન્દ્ર બંધ રહેશે. આ માહિતી બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશમાં આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોવિડ સેન્ટરના પલંગ, પંખા અને પાણીના મશીન સહિતની અન્ય ચીજો સરકારી છાત્રાલયો અને હોસ્પિટલોને આપવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાના હળવા અથવા થોડાં લક્ષણોવાળા દર્દીઓને હવે ઘરે જ આઈસોલેટ રહેવાની સુવિધા આપવામાં આવી છે. આને કારણે, હવે કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા લોકોની સંખ્યા લગભગ નજીવી થઈ ગઈ છે.