તમે 1 માર્ચથી સસ્તી હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો, તો આ ઓફર તમારા માટે ખુબ મહત્વની છે તમારા માટે ઈન્ડિગો એક આકર્ષક ઓફર લઈને આવી રહી છે. આ ઓફર અંતર્ગત ઈન્ડિગોએ 10 લાખ સીટો વેચવાની જાહેરાત કરી છે.
હકીકતમાં ઈન્ડિગોએ ડૉમેસ્ટિક પેસેન્જર્સ માટે 4 દિવસની વિશેષ વેલેન્ટાઈન સેલની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત તમે માત્ર 999 રુપિયામાં હવાઈ મુસાફરીનો આનંદ માણી શકો છો.
કંપનીએ જણાવ્યું કે, ઈન્ડિગો 11 થી 14 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ સેલમાં વ્યાજબી કિંમતે 10 લાખ સીટોની રજૂઆત કરી છે. જે અંતર્ગત ટિકિટ બૂક કરાવા પર 1 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધી યાત્રા કરી શકાશે.
આ ઉપરાંત તમે ઈન્ડસઈન્ડ બેંક, HDFC PayZapp અને ફેડરલ બેંકથી ટિકિટ બૂક કરાવશો, તો તમને 5000 રુપિયા સુધીનું વધારાનું કેશબેક પણ મળશે. આ સિવાય EMIની સુવિધા પણ મળી રહી છે.
ઈન્ડિગોની આકર્ષક ઓફર વિશે વિસ્તાર પૂર્વક જાણવા માટે https://www.goindigo.in/content/indigo/in/en/sale.html ક્લિક કરો. તો ચાલો જણાવી દઈએ તેના કેટલાક રૂટ અને ભાડા વિશે..
રૂટ | ભાડુ |
દિલ્હી-અમદાવાદ | ₹ 1,699 |
દિલ્હી-અમૃતસર | ₹ 1,699 |
દિલ્હી-બેંગલુરૂ | ₹ 2,799 |