ઈન્ડોનેશિયાની લાયન એરનું પેસેન્જર વિમાન સોમાવારે રાજધાની જાકાર્તાથી ઉડાન ભર્યા પછી થોડાંક જ સમયમાં દરિયામાં ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમાં ત્રણ બાળકો સહિત 188 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઈન્ડોનેશિયાના ઈમરજન્સી સેલે વિમાનના કેટલાક ફોટો ટવિટર પર લોડ કર્યા છે. ફોટોમાં સંપૂર્ણપણે ટૂટી ગયેલું સ્માર્ટ ફોન, પુસ્તકો, બેગ અને વિમાનનો કેટલોક ભાગ દેખાય છે. દુર્ઘટના સ્થળ સુધી પહોંચેલી રેસ્કયુ ટીમે આ સામાન એકત્ર કર્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વિમાનના કેપ્ટન તરીકે દિલ્હીના ભવ્ય સુનેજા હતા. સુનેજાના ઓળખીતાએ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ સલામત હોય. સુનેજા મયૂર વિહાર-1માં રહે છે. માર્ચ 2011માં લાઈન એર જોઈન કરી હતી અને બોઈંગ 737ને ઉડાડતા હતા. એરલાઈનના વાઈસ પ્રેસિડન્ટનું કહેવું છે કે સુનેજા દિલ્હીમાં પરત ફરવા માંગતા હતા. 2009માં સુનેજાએ બેલ એર લાઈન્સથી કર્મશિયલ લાયસન્સ મેળવ્યું હતું. ત્યાર બાદ ટ્રેઈની તરીકે એર અમીરાત જોઈન કર્યું. માર્ચ 2011માં તેમણે ઈન્ડોનેશિયાની લાયન એરલાઈન્સ જોઈન કરી હતી.
એજન્સીના પ્રવક્તા સુતોપો પૂર્વો નુગ્રોહોએ જણાવ્યું કે જાકાર્તાથી પાંગકલ પિનાંગ સિટી જઈ રહેલા વિમાનમાં 181 યાત્રી હતા અને વિમાન સંચાલનનો 7 જણાનો સ્ટાફ હતો. મુસાફરોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈન્ડોનેશિયા ટીવી પ્રમાણે બોઈંગ 737-800 વિમાન સવારે 6:20 મિનિટે પાંગકલ પિનાંગ માટે રવાના થયું હતું. વિમાનની સ્થિતિ પર નજર રાખનારી વેબસાઈટ ફ્લાઈટ અવેર પર વિમાન અંગેની સૂચના આવવનું બંધ થઈ ગઈ. 2014માં એર એશિયાના વિમાનના ક્રેશીંગ બાદ ઈન્ડોનેશિયામાં આ સૌથી મોટી દુર્ધટના છે. એર એશિયાની ઘટનામા 162 લોકો માર્યા ગયા હતા.