કોરોનાની બીજી લહેરની સામે દેશ માંડ માંડ બેઠો થયો છે એવામાં બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે લોકોની અને સરકારની ચિંતા વધારી દીધી છે. આ બંને બીમારીઓ કોરોના કરતા પણ વધુ ખતરનાક હોવાનું માનવામાં આવે છે. તો ઇન્દોરની એક મહિલાના માથામાં અત્યારસુધીનું સૌથી મોટું બ્લેક ફંગસનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે. જેને જોઈને ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા.મધ્યપ્રદેશના ઇન્દોરમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસના સંક્રમણની ખરાઈ થઇ ગઈ છે. ધાર જિલ્લાની 50 વર્ષીય મહિલાને કોરોના થયો હતો. તે કોરોનાથી સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગઈ, ત્યારબાદ મહિલાને બ્રેઈન ટ્યુમરના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ડોક્ટરોએ માહીણું ઓપરેશન કરીને ટીમાર કાઢી નાખ્યું પરંતુ જયારે ટ્યુમરની બાયોપ્સી અને ક્લચર ટેસ્ટ કરવામાં આવ્યું તો તેમાં વ્હાઇટ ફંગસ હોવાની વાત સામે આવી, માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું વ્હાઇટ ફંગસનું સંક્રમણ છે, જેનો આકાર 8.6 x 4 x 4.6 સેમી છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ દર્દીમાં ફંગસ ઇન્ફેક્શન લોહી દ્વારા ફેલાયું હતું. જયારે સામાન્ય રીતે અત્યારસુધી ફંગસ ઇન્ફેક્શનના લક્ષણ પ્રારંભિક તબક્કે નાક અને આંખમાં જોવા મળ્યા છે પરંતુ વ્હાઇટ ફંગસના એવા કોઈ લક્ષણ સામે નથી આવ્યા. જોકે, પહેલા પણ વ્હાઇટ ફંગસના લક્ષણો અનેક દર્દીઓમાં જોવા મળ્યા છે. પરંતુ, પોસ્ટ કોવિડ દર્દીઓમાં આ ઇન્ફેક્શન ઇન્દોરમાં પહેલીવાર જોવા મળ્યું છે. જણાવી દઈએ કે ઇન્દોરમાં બ્લેક ફંગસ ઉપરાંત ગ્રીન અને વ્હાઇટ ફંગસ ઇન્ફેક્શનની પુષ્ટિ થઇ ચુકી છે.જણાવી દઈએ કે ઇન્દોર શહેરમાં પોસ્ટ કોવિડ બીમારીઓના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેટલાંક દિવસોમાં બ્લેક ફંગસના ભોગ બનેલા 500થી વધુ કેસ સામે આવ્યા છે, તો, ચોંકાવનારી વાત તો એ છે કે ઇન્દોરમાં ગ્રીન ફંગસનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ દેશનો પહેલો એવો કિસ્સો હોવાનું કહેવાય રહ્યું છે.
