દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસ જલ્દી જ પોતાના 12 હજાર કર્મચારીઓને છૂટા કરવા જઈ રહી છે. તાજેતરમાં વિશ્વની મોટી આઈટી કંપની કોગ્નિજેંટએ પણ 13 હજાર કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. કંપનીના આ પગલાની સૌથી મોટી અસર એવા કર્મચારીઓ પર પડશે, જેમનો પગાર સૌથી વધુ છે.
કંપનીએ પોતાને ત્યાં JL-6 બેન્ડમાં કાર્યરત 2200 કર્મચારીઓ (10 ટકા)ને બહાર કરશે. આ બેન્ડમાં મોટાભાગે સીનિયર લેવલ પર કાર્યરત કર્મચારીઓ હોય છે. કંપનીની પાસે મધ્યમ ક્રમમાં અંદાજે 3092 કર્મચારીઓ JL-6, JL-7 અને JL-8 બેન્ડમાં કાર્યરત છે.
સુત્રો અનુસાર, કંપની JL-3, JL-4, JL-5 બેન્ડમાં કાર્યરત 2થી 5 ટકા કર્મચારીઓને છૂટા કરશે. આ હિસાબે આ બેન્ડમાં કાર્યરત 4 હજારથી લઈને 10