ઓડિશામાં એક મહિલા પોલીસ અધિકારીને આદિવાસી સમુદાયની પ્રેગ્નેટ મહિલા સાથે અમાનવીય વર્તન કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ પ્રગ્નેટ મહિલાને પોલીસ સ્ટેશન સુધી જવા માટે ત્રણ કિલોમીટર સુધી ચાલતા ચાલતા જવા માટે મજબૂર કર્યા હતા.હકીકતમાં જોઈએ તો, ઓડિશાના મયૂરભંજ જિલ્લાના સરાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મટકામી સાહી ગામના રહેવાસી બિક્રમ બિરુલી બાઈકથી આઠ મહિનાની ગર્ભવતી પત્નીને ઉડાલામાં અલ્ટ્રાસાઉંડ ચેકઅપ માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારે પત્નીએ હેલ્મેટ પહેર્યુ નહોતું. રસ્તામાં ચેકીંગ દરમિયાન તેમને રોકવામાં આવ્યા. આ સમયે ચેકીંગમાં પોલીસ સ્ટેશનના ઓફિસર ઈંન્ચાર્જ રીના બક્સલ પણ ત્યાં હાજર હતાં. ચલણ કાપીને વિક્રમને દંડ ભરવા માટે કહેવામાં આવ્યુ. તેના પર વિક્રમે કહ્યુ હતું કે, તેની પાસે પૈસા નથી અને તે પ્રેગ્નેટ પત્નીને ચેકઅપ માટે લઈ જઈ રહ્યો છે. તેણે એવુ પણ કહ્યુ કે, આપ ચલણ ફાડીને આપો, હું આરટીઓમાં જઈને જમા કરાવી આપીશ. પણ તેની એક વાત સાંભળવામાં ન આવી. ત્યાર બાદ તેને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગયાં. પત્ની ત્યાં જ ઉભી રહી. ઘણી વાર રાહ જોયા બાદ પ્રેગ્નેટ મહિલા ચાલતી ચાલતી પોલીસ સ્ટેશન ગઈ. ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ તે પોલીસ સ્ટેશન પહોંચી.
