હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયાની એપ Whatsapp, twitter અને TikTok વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ FIRબે ધર્મો વચ્ચે ભડકાઉ અફવાઓ ફેલાવવા માટે દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે, Whatsapp, twitter, TikTok અને Facebook વગેરે સોશિયલ મીડિયા વગેરે સોશિયલ મીડિયા એપ રાષ્ટ અને ધર્મની વિરૂદ્ધ માહિતી આપતા વીડિયો અને પોસ્ટ અપલોડ કરે છે.
Whatsapp, twitter અને TikTok વિરૂદ્ધ આ ફરિયાદ વરિષ્ઠ પત્રકાર સિલ્વેરી શ્રીશૈલામે કરી છે. ફરિયાદી શ્રીસૈલામનો આરોપ છે કે દેશના કાયદા અને કાયદા અને કાનૂની માળખાની દ્રષ્ટિએ તે ખૂબ વાંધાજનક છે.
પત્રકાર શ્રીશૈલામે પોલીસને આ તમામ એપ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપીને નોટિસ ફટકારી છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. ફરિયાદીનો આરોપ છે કે સંસદમાંથી નાગરિકતા સુધારા બિલ પસાર થયા બાદ કેટલાક અસામાજિક તત્વો CAA વિરુદ્ધ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરૂપયોગ કરી રહ્યા છે અને તેને દેશભરમાં એનઆરસી પ્રક્રિયા સાથે જોડે છે.