આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાજને પ્રેરણા આપનારી કોઈ એક મહિલાને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપવા માંગે છે. MyGovIndia ટ્વીટર એકાઉન્ટ પર #SheInspiresUs મારફતે વિભિન્ન ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનારી મહિલાઓ વિશે જણાવવામાં આવ્યું છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યું છે કે, જે મહિલાઓની પ્રેરણાદાયક કહાની શેર કરવામાં આવી છે, તેમાંથી જ કોઈ એક મહિલાને PM મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટની કમાન સોંપાશે. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, PM મોદીનું ટ્વીટર એકાઉન્ટ ચલાવવાનો પ્રથમ અધિકાર કંઈ મહિલાને આપવામાં આવી શકે છે.
PM મોદીએ લોકોને આ પ્રકારની મહિલાઓની કહાની તેમની સાથે શેર કરવાનો આગ્રહ કર્યો હતો. PM મોદીએ મંગળવારે ટ્વીટ કર્યું કે, આ મહિલા દિવસ પર હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને સોંપીશ, જેમનું જીવન અને કાર્ય આપણને પ્રેરણા આપે છે. જેનાથી તેમને લોકોને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે. શું તમે આવી કોઈ મહિલા છો અથવા આ પ્રકારની કોઈ પ્રેરણાદાયી મહિલા વિશે જાણો છો? જો હાં તો #SheInspiresUs સાથે તેમની કહાની શેર કરો. સરકારના ટ્વીટર હેન્ડર @MyGovIndia પર આવી અનેક મહિલાઓની કહાની શેર કરવામાં આવી રહી છે.