ગોલ્ડમાં રોકાણ કરનારા ગ્રાહકોને અનેક ફાયદાઓ પણ થાય છે. ગોલ્ડમાં રોકાણ કરવા માટે લોકો ઘરેણા અથવા સોનાના સિક્કા લેવાનું વધુ પસંદ કરે છે. ગોલ્ડમાં રોકાણની આ પદ્ધતિથી હટકે પણ એક રીત છે અને તે છે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ. ડિજિટલ પ્લેટફોર્મમાં રોકાણ કરવા પર તમને અનેક ફાયદા પણ થાય છે.
જેને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ એપ Paytm ગ્રાહકોને માત્ર એક રૂપિયાના પ્રાથમિક રોકાણ પર ડિજિટલ ગોલ્ડ ખરીદવાની તક આપી રહ્યું છે. કંપનીની આ ઓફર અંતર્ગત ગ્રાહક ડિજિટલ ગોલ્ડના રૂપમાં નાની-નાની એમાઉન્ટમાં ગોલ્ડમાં રોકાણ કરી શકે છે.
ડિજિટલ ગોલ્ડ ખરીદવાની પ્રોસેસ
→ આ માટે તમારે સૌ પ્રથમ Paytm એપને ઓપન કરવાની રહેશે.
→ અહીં તમારે બેંકિંગ એન્ડ ફાઈનાન્સ ઓપ્શન પર ક્લિક કરવું પડશે
→ જે બાદ Paytm ગોલ્ડ અને Amount Or Gold Quantity વિકલ્પ પસંદ કરી Proceed પર ક્લિક કરવાનું રહશે.
→ જેવું તમે ક્લિક કરશો કે, તમને 3 ટકા જીએસટી સાથે પ્રતિ ગ્રામ ગોલ્ડ રેટ જોવા મળશે.
→ જે બાદ Paytm UPI, નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ અથવા Paytm વૉલેટથી પેમેન્ટ કરવું પડશે
→ પેમેન્ટ કરતાં જ તમારૂ ખરીદેલુ સોનું લૉકરમાં એડ થઈ જશે
→ અંતમાં તમને ઈ-મેઈલ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઈ-મેઈલ અને SMS મારફતે જાણ પણ કરવામાં આવશે.