પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે, પરંતુ આમ છત્તાં પણ તેમને જેલમાં જ રહેવું પડશે. આવું એટલા માટે કે 24 ઓક્ટોબર સુધી પી ચિદમ્બરમ પ્રવર્તન નિર્દેશાલય (ED)ની કસ્ટડીમાં છે.
INX મીડિયા કેસમાં CBIએ દાખલ કરેલા કેસમાં ચિદમ્બરમને 1 લાખના બોન્ડ પર જામીન મળ્યા છે. આ જામીન મળ્યા છતા ચિદમ્બરમ તિહાર જેલમાં જ રહેશે, કારણ કે, 24 ઓક્ટોબર સુધી તેઓ EDની કસ્ટડીમાં છે.
જણાવી દઈએ કે, 20 ઓગસ્ટના દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરમના આગોતરા જામીન રદ્દ કર્યા હતા. આ સાથે જ CBIએ ચિદમ્બરમને બિનજામીન પાત્ર વૉરન્ટ કોર્ટમાંથી મળ્યું હતું. 21 ઓગસ્ટના રોજ CBIએ પી ચિદમ્બરમને તેમના જોર બાગ સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી. 22 ઓગસ્ટના રોજ CBIએ ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કર્યા હતા.
5 સપ્ટેમ્બરે વિશેષ અદાલતે પી ચિદમ્બરમને 14 દિવસ માટે CBI કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. 30 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરની જામીન અરજી રદ્દ કરી હતી. 15 ઓક્ટોબરે વિશેષ કોર્ટે જેલમાં જઈને ચિદમ્બરમની પૂછપરછ કરવાની EDને મંજૂરી આપી હતી. આ સાથે જરૂર પડવા પર તેમની ધરપકડ પણ કરી શકે છે.
જે બાદ 17 ઓક્ટોબરે કોર્ટે EDની પી ચિદમ્બરની કસ્ટડી રિમાન્ડ 24 ઓક્ટોબર સુધી આપી છે. 18 ઓક્ટોબરે CBIએ ચાર્જશીટ તૈયાર કરી, જેમાં 13 અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.