ઈરાકમાં અમેરિકાના એરબેસ પર ઈરાન દ્વારા મિસાઈલોથી હુમલો કરવાના સમાચાર છે. પેન્ટાગોન અનુસાર તેના એરબેસ પર એક ડઝનથી વધારે મિસાઈલો છોડવામાં આવી છે. એરબેસ પર અમેરિકા સાથે ગઠબંધન સેનાઓ હાજર છે. આ હુમલામાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને હજું સુધી કોઈ પણ નુકસાન પહોંચ્યું હોય તેવા સમાચાર આવ્યા નથી.
અમેરિકન સંરક્ષણ અધિકારી અનુસાર લગભગ સાડા પાંચ વાગે ઈરાકમાં અમેરિકન અને ગઠબંધન સેનાઓના ઠેકાણાઓ પર એક ડઝનથી વધારે મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા આર્મી બેસ પર બુધવારે વહેલી સવારે હુમલા પછી પેન્ટાગોને પોતાના નિવેદન રજૂ કરીને કહ્યું કે, તેઓ હુમલામાં થયેલા નુકશાનની તપાસ (એસ્ટીમેશન) કરી રહ્યાં છે.
યૂએસ મીડિયા સીએનએન ન્યૂઝે પણ એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી હુમલાની પુષ્ટી કરી હતી, જ્યાં અમેરિકન આર્મી બેસ કેમ્પ મોજૂદ છે. આનાથી પહેલા ઈરાને અમેરિકન એમ્બેસી પર હુમલો કર્યો હતો, જ્યાર પછી બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીની હત્યા થઇ ગઈ.