મુંબઇઃ ઓનલાઇન ટ્રેન ટિકિટ લેનારાઓ માટે આ જરૂરી સમાચાર છે. ઇન્ડિન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) પરથી ઓનલાઇન ટિકિટ ખરીદનારાઓએ હવે મોબાઇલ નંબર અને ઇમેલ વેરિફિકેશન (Mobile And e Mail Verification) કરાવવું પડશે. તે બાદ જ તમે ટિકિટ લઇ શકશો. આ નિયમ (Online Rail Tickets Booking Rule) તે યાત્રીઓ માટે છે જે લાંબા સમયથી ટિકિટ નથી ખરીદી રહ્યા. જો કે આ પ્રક્રિયામાં બસ 50થી 60 સેકેન્ડ જ લાગશે.
કોરોના સંક્રમણના કારણે લાંબા સમયથી ટિકિટ બુક ન કરાવતા યાત્રીઓ માટે રેલવેએ નવા નિયમ બનાવ્યાં છે. તેવામાં લોકોને IRCTCના પોર્ટલ પરથી ટિકિટ ખરીદવા માટે પહેલા પોતાના મોબાઇલ નંબર અને ઇમેલને વેરિફાય કરવા પડશે. તે બાદ જ ટિકિટ મળશે. જો કે નિયમિત ટિકિટ બુક કરનારા યાત્રીઓએ આ પ્રક્રિયામાંથી પસાર નહીં થવુ પડે.
ભારતીય રેલવે અંતર્ગત IRCTC ઓનલાઇન ટિકિટ (e-Ticket) વેચે છે. ટિકિટ માટે યાત્રીઓ આ પોર્ટલ પર લોગઇન અને પાસવર્ડ બનાવે છે. અને ફરી ઓનલાઇન બુકિંગનો લાભ ઉઠાવે છે. લોગઇન પાસવર્ડ બનાવવા માટે ઇમેલ અને ફોન નંબરની જાણકારી આપવાની હોય છે. એટલે કે તમે ઇમેલ અને ફોન નંબર વેરિફાય થવા પર જ ટિકિટ બુક કરી શકે છે.
કોરોના કહેર ઓછો થતા જ ટ્રેન પાટા પર દોડવા લાગી છે. તેવામાં ટિકિટનું વેચાણ પણ વધી ગયું છે. હાલ 24 કલાકમાં આશરે આઠ લાખ રેલ ટિકિટ બુક થઇ રહી છે. IRCTCના દિલ્હી હેડક્વાર્ટરના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેર તથા તેના પૂર્વે પોર્ટલ પર જે એકાઉન્ટ નિષ્ક્રિય હતા તેને સુનિશ્વિત કરવા માટે મોબાઇલ નંબર અને ઇમેલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.