IRCTC ટેન્ડર કેસમાં બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી નિયમિત જામીન મળી ગયા છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે IRCTC ટેન્ડર કૌભાંડના કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન આપ્યા છે. તેમના વિરુદ્ધ CBI અને EDએ IRCTC કૌભાંડમાં કેસ નોંધાયેલા હતા. જેમાં તેમના ઉપર મની લોન્ડ્રિંગના આરોપ હતા.
RJD પ્રમુખ અને તેમના પરિવારના સભ્યો સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમચંદ્ર ગુપ્તા અને તેમના પત્ની સરલા ગુપ્તા, IRCTCના તત્કાલીન ડાયરેક્ટર બી કે અગ્રવાલ અને તત્કાલીન ડાયરેક્ટર રાકેશ સક્સેના પણ આ કેસમાં આરોપી છે. તેમને પણ નિયમિત જામીન આપવામાં આવ્યા છે.