એક આરટીઆઇ દ્વારા આ માહિતી બહાર આવી છે, મધ્યપ્રદેશનાં ઇન્દોર જીલ્લાનાં નીમચમાં રહેતા આરટીઆઇ કાર્યકર્તાં ચંદ્રશેખર ગૌડનાં એક સવાલમાં આ જાણકારી મળી છે.
તેમણે ભારતીય રેલવેની સહાયક કંપની આઇઆરલીચટીસીને આરટીઆઇ એક્ટ મુજબ સવાલ કરાયો હતો, જેમાં આ ચોંકાવનારી જાણકારી સામે આવી છે.
આ જાણકારી પ્રમાણે ચાલુ વર્ષમાં એપ્રિલથી નવેમ્બર 2019 દરમિયાન ઓનલાઇન બુક કરાવવામાં આવેલા 6568852 ટિરિટ કંન્ફર્મ ન થવા પર આઇઆરસીટીસીમાં પોતાની રીતે જ તે ટિકિટ કેન્સલ થઇ ગઇ.
આ હિસાબે સરેરાસ મહિને 8 લાખથી વધું લોકો ઓનલાઇન ટિકિટ કન્ફર્મ ન થઇ શકવાનાં કારણે કેન્સલ થઇ રહી છે, આ પહેલા ઘણા લોકો પોતાની જરૂરી યાત્રા નથી કરી શકતા.
આજે રેલવેંમાં તમામ મુડીરોકાણ બાદ પણ લોકોને કંન્ફર્મ રેલવે ટિકિટ નથી મળી શકતી, રજાઓનો સમય હોય તથા તહેવારની સીઝનમાં રેલવે રિઝર્વેશનની માંગ એટલી વધી જાય છે કે ઘણીવાર તો વેઇટીગ ટીકીટ પણ નથી મળી શકતી, એવામાં રેલવેની યોજના માલગાડીઓ માટે અલગ ટ્રેક બનાવવાની છે.
અત્યારે આવા 2 ફ્રેટ કોરિડોર બની રહ્યા છે, આશા છે કે આ બંને કાર્યાન્વીત થયા બાદ આ રૂટ પર ટ્રેનોની સંખ્યા લગભગ બે ઘણી થઇ જશે, એવામાં આ રૂટ પર આગામી વર્ષથી કંન્ફર્મ રિઝર્વેશનવાળી રેલ ટિકિટ મળી શકવાની શરૂ થઇ જશે.