શું સંબિત પાત્રા ભાજપ છોડીને કોંગ્રેસમાં શામેલ થઇ રહ્યા છે? આ સવાલ ઉઠવા પાછળનું કારણ છે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી એક તસ્વીર. એક તસ્વીરમાં પાત્રા એક સ્ટીકર લગાવતા નજરે ચઢે છે જેના પર ચૌકીદાર ચોર હૈનો નારો લખ્યો હતો. તો આજે અમે તમને જણાવશું આ વાયરલ તસ્વીર પાછળનું સત્ય.
રાફેલ વિમાનની ખરીદીમાં કથિત રીતે થયેલા ભ્રષ્ટાચારનો મામલો સડકથી લઇને સંસદ અને કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. આરોપ તો સિદ્ધ નથી થયા, પણ કોંગ્રેસે ચૌકીદાર ચોર હૈનો નારો આપીને પ્રધાનમંત્રી મોદીને નિશાને લઇ લીધા છે. વર્ષ 2014માં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી નહી દેશનો ચૌકીદાર બનીશ, પણ બસ આ જ સૂત્રને હવે ભાજપના બદલે કોંગ્રેસ વાપરી રહી છે.
રાહુલ ગાંધી તેમના કોઇપણ ભાષણમાં ‘ચૌકીદાર ચોર હૈ’નો નારો ઉચ્ચારવાનું નવી ભૂલતા ત્યારે હવે સોશિયલ મીડિયા પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાની તસ્વીર વાયરલ થઇ છે. આ તસ્વીરમાં સંબિત પાત્રા સ્ટીકરને દિવાલ પર ચોંટાડતા નજરે જોવા મળે છે, અને આ સ્ટીકરમાં જે લખાણ લખવામાં આવ્યું છે તે તો ખરેખર ચોંકાવનારુ છે કારણ કે સ્ટીકર પર લખ્યું છે, ચૌકીદાર ચોર હૈ. હા, એ જ નારો જેને કોંગ્રેસના અધ્યક્ષથી લઇને સામાન્ય કાર્યકર્તાઓ રાફેલ વિવાદ મામલે ઉચ્ચારે છે. તો પછી આ પોસ્ટર સંબિત પાત્રાના હાથમાં કેવી રીતે હોઇ શકે છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આપત્તિજનક ટીપ્પણી કરી અને ભાજપ પર આક્ષેપ કર્યો.