ટ્રાફિકના નિયમોમાં દિન-પ્રતિદિન કંઇકને કંઇક નવું ઉમેરવામાં આવતું હોય છે હવે સરકારે એવી નવી જાહેરાત કરી છે કે હેલ્મેટ ISI માર્કા વગરનું હશે તો શહેર ટ્રાફિક પોલીસ નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવશે.
રાજયમાં હેલ્મેટ વગરના સાત હજારથી પણ વધારે વાહન ચાલકોને ૩૫ લાખથી વધુ દંડ વસૂલ્યો છે. દંડથી બચવા લોકો ફૂટપાથ, લારીઓમાં તેમજ દુકાનમાંથી સસ્તામાં ISI માર્કા વગરના હેલ્મેટ લઇ લેતા હોય છે. અને તેમાં પણ તપેલી હેલ્મેટ જે 200 થી 250 રુપિયામાં મળતું હોય છે.
તેથી ઘણા ચાલકો પૈસા બચાવવા માટે તેનો જ ઉપયોગ કરતા હોય છે. દંડની કાર્યવાહીથી રસ્તા પર હેલ્મેટ વગરના ચાલકોનું પ્રમાણ ઘટયું છે. આ અંગે ડીસીપી તેજસ પેટેલે જણાવ્યું હતું કે મોટાભાગના ચાલકો તપેલી હેલ્મેટ પહેરતા હોય છે. જો કે, તપેલી હેલ્મેટ પર પાબંધી નથી પણ હેલ્મેટ ISI માર્કાવાળું હોવું જોઇએ.