ગઈ કાલે ઈસરો દ્રારા મોકલવામાં આવેલા ચંદ્રયાન-2નો સંપર્ક કપાય ગયા બાદ આજે ઈસરોએ લેન્ડરની શોધ કરી લીધી છે. ઈસરોને ઓર્બિટર તરફથી મળેલી તસવીરમાં લેન્ડરની જાણ થઈ હતી. જેથી લેન્ડર વિક્રમ સાથે હાલ કોઈ સંપર્ક સ્થાપિત ન હોવાનું કહ્યું છે.
ઈસરોને ચંદ્ર પર ગયેલા વિક્રમ લેન્ડરની સ્થિતિની જાણકારી મળી ગઈ છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરાથી તેની તસવીર લીધી છે. જો કે અત્યારે તેની સાથે કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન સ્થાપિત નથી થયું. એ ખબર મળી છે કે વિક્રમ લેન્ડર લેન્ડિંગ થવાની જગ્યાથી 500 મીટર દૂર જગ્યાએ પડ્યું છે. ચંદ્રયાન-2 ઓર્બિટરમાં લાગેલા ઓપ્ટિકલ હાઈ રેજોલ્યૂશન કેમેરાએ વિક્રમ લેન્ડરની તસવીર લીધી હતી. હવે ઈસરોના વૈજ્ઞાનિકો વિક્રમને સંદેશો મોકલવાની કોશિષ કરી રહ્યા છે. જેથી તેનું કોમ્યુનિકેશન સિસ્ટમ ઓન કરી શકાય. બેંગ્લોર સ્થિત આવેલા ઈસરો સેન્ટરથી વારંવાર લેન્ડરને સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
ભવિષ્યમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર કેટલું કામ કરી શકશે તેનું ડેટા એનાલિસિસ કર્યા બાદ જ ખબર પડશે. આ પહેલા ગઈ કાલે જ્યારે ભારત ઈતિહાસ રચવાની નજીક સુધી પહોંચી ગયું હતું. એ સમયે જ 2.5 કિલોમીટરના અંતરે ભારતનો ઈસરોના લેન્ડર સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. પરિણામે ઈસરોના વૈજ્ઞાનિકો હતાશ થઈ ગયા હતા. બાદમાં ઈસરોની ટીમે લેન્ડર અને શા માટે સંપર્ક કપાયો તેના ડેટાનું વિશ્લેષણ કરવાનું કામ આરંભી દીધું હતું. જે પછી આજે મળતી માહિતી પ્રમાણે વિક્રમ લેન્ડરનો પતો ચલી ગયો છે પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.