ભારતના ચંદ્રયાન-2 મિશનને શનિવારના દિવસે એક ઝટકો મળ્યો છે. ચંદ્ર પર લેન્ડિંગની 2.1 કિમી પહેલા પિક્રમ લેન્ડનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો. ઘટના બાદ ઈસરોએ કહ્યું કે તે ડેટાનું વિષ્લેષણ કરી રહ્યા છે. પરંતુ શું વિક્રમ લેંડર ક્રેશ થઈ ગયું? રિપોર્ટ મુજબ આ સવાલ જ્યારે ઈસરોના સાયન્ટિસ દેવી પ્રસાદ કાર્નિકને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, અમને અત્યાર સુધી કોઈ રિઝલ્ટ નથી મળ્યું, તેમાં સમય લાગે છે.

અમે કોઈ પાક્કી માહિતી આપી નહીં શકીએ.’ 47 દિવસની યાત્રા પછી વિક્રમ લેંડરનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો. ઈસરોના ચેરમેને કહ્યું કે વિક્રમ લેંડર બરાબર રીતે આગળ વધી રહ્યું હતું, પરંતુ લેંડિંગની 2.1 કિમી પહેલા તેનો સંપર્ક તૂટી ગયો હતો. અત્યાર સુધી ખાલી ત્રણ દેશ ચંદ્રમા પર સફળતા પૂર્વક લેંડિંગ કરી ચૂક્યા છે.

અને તે છે રૂસ, અમેરિકા અને ચીન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈસરો મિશનના કંટ્રોલ કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા. પરંતુ કોઈ અત્યાર કોઈ પણ દેશ ચંદ્રમાના સાઉથ પોલ સુધી પહોંચ્યા નથી.

જ્યાં ચંદ્રયાન-2ને ઉતાર્યું હતું. મોદીએ વિક્રમનો સંપર્ક તૂટતા કહ્યું, ‘જ્યારે મિશન મોટું હોય ત્યારે તેની નિરાશાને દૂર કરવાની હિંમત રાખવી જોઈએ. મારા તરફથી તમને બધાને શુભેચ્છા. તમે દેશની અને માનવ જાતિની બહુ સેવા કરી છે.’ દેશના નેતા અને હસ્તિયોએ પણ બનેલી ઘટના પર પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસ નેતા રાહુલે પણ ટ્વિટ કર્યું, ઈસરોની ટીમને ચંદ્રયાન-2 મૂન મિશન પર શાનદાર કામ કરવા માટે અભિનંદન. તમારું જૂનુન અને સમર્પણ દરેક ભારતીય માટે એક પ્રેરણા છે. વિક્રમ લેંડર ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની કોશિશ કરી રહ્યું હતું. તે દરમિયાન દેશના કરોડો લોકોની નજરો તેના પર અટકેલી હતી. જો આજે વિક્રમ ચંદ્ર પર પહોંચી જતું તો દેશ માટે ઐતિહાસિક દિવસ બન્યો હોત.