વર્ષ 2019માં ભારત ચંદ્રની બહુ નજીક પહોચ્યું હતું પરંતુ અંતિમ ક્ષણોમાં સપનુ સાકાર ન થયું. હવે વર્ષ 2020માં ભારત ચંદ્રયાન-3ને લોન્ચ કરવા જઇ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપેલી જાણકારી મુજબ આ મિશનનો ખર્ચ ચંદ્રયાન- 2 કરતા ઓછો રહેશે.
ચંદ્રયાન મિશન પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ કહેવુ ખોટુ રહેશે કે ચંદ્રયાન-2 નિરાશાજનક રહ્યું, કારણ કે એ ભારતનો પહેલો પ્રયત્ન હતો, કોઇ પણ દેશ તેના પહેલા પ્રયાસમાં સફળ નથી રહ્યો.
સિંહે જણાવ્યું કે લેન્ડર અને રોવર મિશનનું 2020માં લોન્ચ થવાની સંભાવનાઓ વધારે છે. ચંદ્રયાન-2થી જે અનુભવો મળ્યા અને વર્તમાન સંસાધનોના લીધે ચંદ્રયાન-3નું બજેટ ઘટ્યુ છે, તેમણે ચંદ્રયાન મિશન અંગે વિસ્તૃત માહિતી આપવાનું ટાળ્યું હતું.