ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. સરકારે tax સહિત વિવિધ મુદ્દાઓ સાથે જોડાયેલા ઘણા કામો પૂર્ણ કરવાની અંતિમ સમયગાળો પણ 31 માર્ચ આપવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ કે ક્યાં ક્યાં જરૂરી કામ છે જે તમારે 31 માર્ચ સુધીમાં પુરા કરી લેવાના રહેશે.
- પાન આધાર લિંક કરવાની સાથે આવકવેરો રિટર્ન કે જીએસટી રિટર્ન ભરવા માટે પણ હવે માત્ર 10 દિવસો બચ્યાં છે. જો તમે અંતિમ સમય સુધી કામ નથી કરતા તો તમને ભારે દંડ ભરવો પડી શકે છે.
- જો 31 માર્ચ સુધી રાન અને આધારને તમે એકબીજા સાથે નથી જોડ્યો તમારુ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તે બાદ તમે એકાઉન્ટથી મોટી લેણદેણ કે લોન માટે અરજી કરી શકશો નહીં.
- 2019-20નું રિવાઈઝ્ડ રિટર્ન નથી ભર્યું તો 31 માર્ચ સુધીમાં પુર્ણ કરી લો. લંબિત રિટર્ન ઉપર 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગશે. 5 લાખ સુધીની આવક ઉપર 1 હજાર રૂપિયાનો દંડ લાગશે. 2019-20ના વર્ષમાં જીએસટી રિટર્ન પણ 31 માર્ચ સુધી ભરવાનું રહેશે. કેન્દ્રના જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી માટે સમય દેવામાં આવ્યો છે.
- વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ આવકવેરાના કેસની પટાવતની છેલ્લી તારીખ 31 માર્ચ છે. સરકારે વગર કોઈ વધારાની રકમથી યોજનામાં ચૂકવણીની છેલ્લી તારીખ 30 એપ્રીલ 2021 નિર્ધારીત કરી છે.
- આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ 13 મે, 2020ના રોજ તત્કાલીન ગેરેન્ટી દેવા યોજના શરૂ કરવામાં આવી હતી. જે હેઠળ એમએસએમઈને સરકારની ગેરેન્ટી ઉપર લોન આપવામાં આવતી હતી. યોજના હેઠળ આવેદનની છેલ્લી તારીખ 31 માર્ચ છે.
- દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક, યુનાઈટેડ બેંક અને અલાહાબાદ બેંકની જૂની ચેકબુક 31 માર્ચ સુધી માન્ય રહેશે. તેનું અન્ય બેંકોમાં વિલય થઈ ચુક્યું છે. સિંડીકેટ બેંકની ચેકબુક 30 જૂન સુધી માન્ય રહેશે. જેનું વિલય કેનરા બેંકમાં થયું છે.