જયપુરથી ગેંગરેપનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગુસ્સે ભરાયેલી મોટી બહેને તેની 2 નાની સગીર બહેનોને સાથ ન આપવાના કારણે તેના પર સામુહિક દુષ્કર્મ કરાવ્યો. આ મામલો સામે આવ્યો ત્યારથી પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.સામુહિક દુષ્કર્મની આ સનસનીખેજ ઘટના જયપુરના પ્રતાપ નગરની છે. 2 મેના રોજ બે સગી બહેનો સાથે થયેલા સામુહિક દુષ્કર્મના કેસમાં પ્રતાપ નગર પોલિસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી કરતા 6 લોકોની સામુહિક દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 3 સગીર પણ સામેલ છે. પોલીસ મુજબ સામુહિક દુષ્કર્મ મામલે બંને બહેનોની મોટી બહેન સહિત વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં દયારામ, રવિન્દ્ર મીના અને બંને સગી બહેનોની એક મોટી બહેનનો સમાવેશ થાય છે. પોલીસ મુજબ સગી બહેનની બંને પીડિતાઓ સાથે અણબનાવ ચાલી રહ્યો રહ્યો હતો. બંને સગીર બહેનોને તેની મોટી બહેનના બોયફ્રેન્ડ સાથે રહેવાનો વાંધો હતો. આ અણબનાવના કારણે સગી બહેને તેના બોયફ્રેન્ડ સાથે મળી આ કૃત્યને અંજામ આપ્યો. યોજના હેઠળ સગી બહેનના બોયફ્રેન્ડે તેના સાથિઓ સાથે મળી પહેલા બંને પીડિતાઓને કિડનેપ કરી અને બંદૂકની અણીએ દુષ્કર્મની ઘટનાને અંજામ આપી. ત્યારબાદ આરોપીઓ પીડિતાઓને બસ સ્ટોપ પર છોડી ફરાર થઇ ગયા.ઘટના પછી બંને પીડિતાઓએ પ્રતાપ નગર પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. કેસ નોંધાતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી. પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
