જમ્મુ કાશ્મીરના અનંતનાગના વનપોહ વિસ્તારમાં અમરનાથ યાત્રીઓની એક બસને અકસ્માત નડ્યો હતો જેમાં ઘણા યાત્રીઓ ઘાયલ હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરુ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે બે બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 20 યાત્રીઓ ઘાયલ થયા છે. આ ઘટના બન્યા બાદ બચાવ કાર્ય શરુ છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં કોઈએ જાન ગુમાવી હોય તેવા સમાચાર નથી મળ્યા.
મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના સામ્બા જિલ્લામાં રોડ અક્સમાતમાં 3 લોકોના મોત થઇ ચુક્યા છે જયારે ચાર ઘાયલ થયા છે. આ પહેલા કિશ્તવાડના જિલ્લામાં એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં 35 લોકોના મોત થયા હતા અને 16 ઘાયલ થયા હતા. કિશ્તવાડ જઈ રહેલી મિની બસ સીરગવાડી ગામ પાસે ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
67 હજારથી વધારે યાત્રીઓએ પાંચ દિવસમાં અમરનાથની યાત્રા કરેલી છે અને શનિવારે 5124 યાત્રીઓનો સમૂહ જમ્મુથી પવિત્ર ગુફા તરફ રવાના થયો થયો છે. અમરનાથ યાત્રા 1 જુલાઈ થી શરુ થઇ છે.