ઇન્ડિયન એરફોર્સે મંગળવારે મળસકે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ નજીક ત્રાસવાદી કેમ્પો પર બોમ્બ મારો કર્યા બાદ પાકિસ્તાની આર્મીએ એવો દાવો કર્યો છે કે ઇન્ડિયન એરફોર્સ મુઝફરાબાદ તરફથી પાકિસ્તાનમાં દાખલ થઈ હતી.
પાકિસ્તાની આર્મીએ એવો દાવો કર્યો હતો કે ઇન્ડિયન એરફોર્સને અમે સમયસર જવાબ આપતાં ભારતીય યુદ્ધવિમાનોએ આડેધડ અને ન ફેંકવાની જગ્યાએ બોમ્બમારો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે.
પાકિસ્તાની એરફોર્સને એલર્ટ મળી જતાં તેમણે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ઇન્ડિયન એરફોર્સે આડેધડ બોમ્બમારો કર્યો હતો. ભારતના બોમ્બમારામાં કોઈ નુકસાન થયું નહીં હોવાનો દાવો પણ ગફુરે કર્યો હતો. આ સાથે તેમણે કેટલાક ફોટોગ્રાફ્સ પણ ટ્વિટર પર શેર કર્યા હતા, જે ભારતના બોમ્બમારાથી સર્જાયેલા ખાડાના હોવાનું દેખાય છે.